બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / When will the diamond sparkle in the diamond wearer's life? Why suicide with the family?

મહામંથન / હીરાની ચમક હીરા ઘસનારના જીવનમાં ક્યારે દેખાશે? પરિવાર સાથે આપઘાત કરવો પડે એવી સ્થિતિ કેમ?

Vishal Khamar

Last Updated: 09:31 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરને લોકો ડાયમંડ સીટીનાં નામથી પણ ઓળખે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીની અસર વર્તાઈ રહી છે. જેનો ભોગ નાના કારીગરો બની રહ્યા છે. રત્નકલાકારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા રત્નદીપ યોજના ફરી શરૂ કરવામાં આવે.

સુરતના હીરા ઉદ્યોગની ચર્ચા દુનિયાના ખૂણે-ખૂણે થાય છે પણ છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગની ચમક રત્નકલાકારના જીવનમાં દેખાતી નથી.. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હીરાઉદ્યોગમાં અઘોષિત ફટકો પડ્યો છે જેની સીધી અસર નાના કારીગરો ઉપર પડી. આ સ્થિતિને ફરી ચર્ચવાનો સમય એટલા માટે આવ્યો કારણ કે મૂળ ભાવનગરના અને સુરતના સરથાણામાં રહેતા રત્નકલાકાર વિનુ મોરડિયાએ પોતાના પરિવાર સાથે આપઘાત કર્યો. એવુ સ્પષ્ટ અનુમાન છે કે આર્થિક રીતે ત્રસ્ત વિનુભાઈએ અંતે મોતને વ્હાલુ કર્યુ. વિનુભાઈ તેની પત્ની અને બે સંતાન મૃત્યુ પામ્યા છે.

બે સંતાન બહાર હોવાથી બચી ગયા

જયારે અન્ય બે સંતાન આ બનાવ બન્યો ત્યારે બહાર હતા એટલે બચી ગયા છે. સવાલ એ છે કે વૈશ્વિક સ્તરે જે ઉદ્યોગની ચમક જોવા મળતી હોય તો પછી રત્નકલાકારોના ઘરમાં એ ચમક કે એ ઉજાસ કેમ દેખાતા નથી. રત્નકલાકારોની કથળેલી આર્થિક સ્થિતિને સુધારવા ઉદ્યોગકારો શું કરી શકે. 2008ની મંદી સમયે અમલમાં મુકાયેલી રત્નદીપ યોજના ફરી શરૂ કરવાની માંગ કેમ ઉઠી રહી છે.

  • સુરતમાં રત્નકલાકારના પરિવારે આપઘાત કર્યો
  • એવુ અનુમાન છે કે આર્થિક સંકડામણથી પરિવારે આપઘાત કર્યો
  • પરિવારના મોભી, પત્ની અને બે સંતાનનું મૃત્યુ થયું

સુરતમાં રત્નકલાકારના પરિવારે આપઘાત કર્યો છે. એવુ અનુમાન છે કે આર્થિક સંકડામણથી પરિવારે આપઘાત કર્યો છે.  પરિવારના મોભી, પત્ની અને બે સંતાનનું મૃત્યુ થયું હતું.  અન્ય બે સંતાન બહારગામ હતા જેથી બચી ગયા છે. પરિવારના મોભી રત્નકલાકાર હતા. પત્ની અને દીકરી લેસપટ્ટીનું કામ કરતા હતા. પરિવારજનનું કહેવું છે કે મૃતક ઉપર કોઈ જાતનું દબાણ નહીં હતું.  આપઘાત પહેલા પરિવારના મોભીએ વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં તેઓ કહે છે કે આપઘાત સિવાય કોઈ રસ્તો નથી. હીરા ઉદ્યોગમાં મંદીની ચર્ચા ઘણાં સમયથી થઈ રહી છે.  ઘણી કંપનીઓએ રત્નકલાકારોને છુટા કરી દીધા છે.

  • રશિયા-યુક્રેન યુદ્ધ મહત્વનું કારણ
  • 29% કાચા હીરાનું ઉત્પાદન રશિયા કરે છે
  • આ કાચા હીરાના વેચાણ ઉપર અમેરિકા, બ્રિટને પ્રતિબંધ મુક્યો

હીરાઉદ્યોગમાં મંદીના વાદળ કેમ?
રશિયા-યુક્રેન યુદ્ધ મહત્વનું કારણ છે.  29% કાચા હીરાનું ઉત્પાદન રશિયા કરે છે.  આ કાચા હીરાના વેચાણ ઉપર અમેરિકા, બ્રિટને પ્રતિબંધ મુક્યો છે.  પ્રતિબંધ મુકવામાં યુરોપિયન યુનિયનના કેટલાક દેશ પણ સામેલ છે.  ચીન, અમેરિકા, યુરોપના દેશમાં ડાયમંડ જ્વેલરીની માંગ ઘટી છે.  ભારતની નિકાસ ઉપર સીધી અસર પડી છે.  સુરત અને મુંબઈમાં તૈયાર હીરાનો ભરાવો થયો. જેને લઈ  ડિમાન્ડ ઘટી એટલે કારખાનાઓના જોબવર્ક ઉપર અસર પડી છે.  ડાયમંડ કંપનીઓએ ઉનાળુ વેકેશન લંબાવવું પડ્યું. રજાનું વેતન આપવાનો પણ કારખાનાઓનો ઈન્કાર છે. 

  • હીરાઉદ્યોગમાં શ્રમિક કાયદાનું પાલન થાય
  • આત્મહત્યા કરનાર કે હાલ બેરોજગાર હોય તેના માટે આર્થિક પેકેજ મળે
  • વર્ષ 2008ની મંદી સમયે શરૂ થયેલી રત્નદીપ યોજના ફરી શરૂ થાય

રત્નકલાકારો શું ઈચ્છે છે?
હીરાઉદ્યોગમાં શ્રમિક કાયદાનું પાલન થાય છે.  આત્મહત્યા કરનાર કે હાલ બેરોજગાર હોય તેના માટે આર્થિક પેકેજ મળે છે.  વર્ષ 2008ની મંદી સમયે શરૂ થયેલી રત્નદીપ યોજના ફરી શરૂ થાય છે.  લેબર અને ફેક્ટરી વિભાગ વેકેશનનો પગાર મળે તે માટે મધ્યસ્થી કરે છે. બેરોજગારી અને આર્થિક સંકટ સમયે રત્નકલાકારોને આર્થિક મદદ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ