બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / whatsapp message edit feature announced how to use

Edit feature / હવે WhatsApp પર મોકલેલા મેસેજ પર કરી શકશો એડિટ, કંપનીએ કરી મોટી જાહેરાત, સાથે જણાવી પ્રોસેસ

Bijal Vyas

Last Updated: 03:12 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટાના સીઈઓ Mark Zuckerbergએ મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે, હવે મોકલેલા મેસેજને એડિટ પણ કરી શકાશે. જો કે સંપાદિત ટેગ પણ અહીં દેખાશે.

  • યુઝર્સ હવે મોકલેલા વોટ્સએપ મેસેજને એડિટ કરી શકશે
  • 15 મિનિટ સુધી WhatsApp પર મોકલેલા મેસેજને એડિટ કરી શકાશે
  • Telegramમાં ઘણા સમય પહેલાના મેસેજ એડિટ કરવાની સુવિધા છે

WhatsApp Message Edit feature: વોટ્સએપનો ઉપયોગ બધા કરે છે, પરંતુ ક્યારેક ફોનની ડિક્શનરી ઓન હોય કે ટાઇપિંગમાં ભૂલ પડે તો શબ્દનો મતલબ બદલાઇ જતો હોય છે. અને પછી વ્યક્તિએ મેસેજ ડિલીટ કરીને ફરી મેસેજ ટાઇપ કરીને સેન્ડ કરવો પડે છે. પરંતુ હવે આવી સમસ્યા નહીં થાય. જી, હાં વોટ્સએપમાં મોકલવામાં આવેલા મેસેજને એડિટ કરવાનો વિકલ્પ આવી ગયો છે.

Meta CEO Mark Zuckerberg એક મોટી જાહેરાત કરી છે. ફેસબુક પોસ્ટમાં Zuckerberg લખ્યું છે કે, યુઝર્સ હવે મોકલેલા વોટ્સએપ મેસેજને એડિટ કરી શકશે. 

Mark Zuckerberg એક ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, 'હવે તમે 15 મિનિટ સુધી WhatsApp પર મોકલેલા મેસેજને એડિટ કરી શકશો'

WhatsApp મેસેજને એડિટ કરવા માટે, તમારે મોકલેલા મેસેજને પ્રેસ એન્ડ હોલ્ડ કરવો પડશે. આમ કરવાથી એડિટ ઓપ્શન દેખાશે જ્યાંથી તમે મેસેજ એડિટ કરી શકશો.

જો કે, એડિટેડ મેસેજમાં Editedનું ટેગ લાગી જશે. એટલે કે તમે જેને મોકલીને મેસેજ એડિટ કર્યો છે તેને ખબર પડશે કે તમે મેસેજ એડિટ કર્યો છે.

સારી વાત એ છે કે આગળની વ્યક્તિને ખબર નહીં પડે કે તમે પહેલા કયો મેસેજ મોકલ્યો હતો જે એડિટ કરવામાં આવ્યો છે. જેમ પહેલાની ટ્વીટ્સ એડિટ ટ્વીટમાં પણ દેખાઈ રહી છે, તે WhatsAppમાં નહીં થાય, અહીં એડિટ હિસ્ટ્રી દેખાશે નહીં, ફક્ત એડિટેડ ટેગ જ દેખાશે.

કંપનીએ પોતાના બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે, હવે યૂઝર્સને ચેટિંગ દરમિયાન વધુ કંટ્રોલ મળશે અને જો મેસેજમાં કોઈ ભૂલ હશે તો તેને 15 મિનિટની અંદર એડિટ કરી શકાશે.

અત્યાર સુધી WhatsAppમાં અનસેન્ડ ફીચર હતું, પરંતુ એડિટ કરવાનો કોઈ વિકલ્પ નહોતો. હાલમાં WhatsApp દ્વારા મોકલવામાં આવેલ મેસેજને 60 કલાક માટે પાછો ખેંચી શકાય છે.

નોંધનીય છે કે, આ સુવિધા નવી નથી. WhatsApp ના રાઇવલ Telegramમાં ઘણા સમય પહેલાના મેસેજ એડિટ કરવાની સુવિધા છે. આ સિવાય Signalમાં પણ આ ફીચર પહેલેથી જ છે. જો કે તે એપ્સમાં મોકલ્યા પછી એડિટ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Mark Zuckerberg WhatsApp WhatsApp Message Edit feature એડિટ ફેસબુક મેસેજ વોટ્સએપ Tech News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ