બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / WhatsApp Is Listening you using microphone all the time
Arohi
Last Updated: 11:23 AM, 10 May 2023
ADVERTISEMENT
શું WhatsApp તમારી વાતો સાંભળે છે? ઘણી વખત આપણે વાંચી ચુક્યા છે કે ગુગલ અને ફેસબુક બેકગ્રાઉન્ડમાં પણ આપણી વાતચીત સાંભળે છે. બેકગ્રાઉન્ડ એટલે કે જ્યારે તમે ફોનમાં આ એપ્સને યુઝ નથી કરતા ત્યારે. આ કારણે આપણને એ એડ્સ દેખાય છે. જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હોય છે. શું વોટ્સએપ પણ આમ કરે છે?
WhatsApp has been using the microphone in the background, while I was asleep and since I woke up at 6AM (and that's just a part of the timeline!) What's going on? pic.twitter.com/pNIfe4VlHV
— Foad Dabiri (@foaddabiri) May 6, 2023
ADVERTISEMENT
ટ્વીટર પર ચર્ચા ચાલી રહી છે કે વોટ્સએપ યુઝર્સની વાતચીત સાંભળી રહ્યું છે. આમ તો વોટ્સએપ પોતાના પ્લેટફોર્મને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ જણાવે છે. શું તેના બાદ પણ વોટ્સએપ આપણી વાતો સાંભળે છે? Foad Dabiriએ એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જ્યારે તે સુઈ રહ્યા હતા. ત્યારે પણ વોટ્સએપ તેમના ફોનના માઈક્રોફોનનો યુઝ કરી રહ્યું હતું.
WhatsApp cannot be trusted https://t.co/3gdNxZOLLy
— Elon Musk (@elonmusk) May 9, 2023
એલન મસ્કે કહ્યું- વિશ્વાસ ન કરી શકાય
યુઝરે એક સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો છે. જેમાં તેમણે બતાવ્યું છે કે વોટ્સએપ ક્યારે ક્યારે તેમના ફોનનો માઈક્રોફોન યુઝ કરી રહ્યું હતું. તેમની આ ટ્વીટને રિટ્વીટ કરતા Elon Muskએ કહ્યું કે હવે WhatsApp પર વિશ્વસ ન કરી શકાય.
વોટ્સએપે દાવાને ફગાવતા કહ્યું છે "યુઝર્સનો પોતાના માઈક સેટિંગ પર સંપૂર્ણ કંટ્રોલ હોય છે. ગુગલ તપાસ અને સુધારો કરે છે. પરવાનગી મળ્યા બાદ, વોટ્સએપ ફક્ત માઈકનો ઉપયોગ કરે છે અને જ્યારે કોઈ યુઝર કોલ કરી રહ્યો હોય કે વોઈસ નોટ કે વીડિયો રેકોર્ડ કરી રહ્યો હોય ત્યારે પણ આ સંચાર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત હોય છે. માટે વોટ્સએપ તેમને સાંભળી નથી શકતું."
Over the last 24 hours we’ve been in touch with a Twitter engineer who posted an issue with his Pixel phone and WhatsApp.
— WhatsApp (@WhatsApp) May 9, 2023
We believe this is a bug on Android that mis-attributes information in their Privacy Dashboard and have asked Google to investigate and remediate. https://t.co/MnBi3qE6Gp
સુતી વખતે WhatsApp સાંભળી રહ્યું છે વાતો
Dabiriએ જણાવ્યું કે તેમની પાસે Pixel 7 Pro સ્માર્ટફોન છે અને રાતમાં જ્યારે તે સુઈ રહ્યા હતા ત્યારે પણ વોટ્સએપ તેમના ફઓનનો માઈક્રોફોન યુઝ કરી રહ્યું હતું. આ મામલા પર વોટ્સએપે જવાબ આપ્યો છે. કંપનીએ કહ્યું કે તે ટ્વીટર એન્જિનિયર સાથે સંપર્કમાં છે. જેમણે પોતાના પિક્સલ ફોનની સાથે આ મુશ્કેલીને પોસ્ટ કરી હતી. અમારૂ માનવું છે કે આ મુશ્કેલી કોઈ બગની જેમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.