બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ટેક અને ઓટો / whatsapp backups on android will soon add toward your google account storage

ટેકનોલોજી / WhatsApp યૂઝર્સને જોરદાર ઝટકો! ફોટો-વીડિયોની આ સેવા માટે આપવા પડશે પૈસા, જાણો કેમ

Manisha Jogi

Last Updated: 10:04 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા નિયમ અનુસાર, હવે WhatsApp ચેટ પણ Google સ્ટોરેજનો એક ભાગ હશે. 2018 પછી ફરી આ નિયમ લાવવામાં આવ્યો છે. આ નિયમ આવ્યા પછી Google તરફથી 15 GB આપવામાં આવે છે, તેટલી સ્પેસ પણ પૂરતી નહીં રહે.

  • WhatsApp ચેટ Google સ્ટોરેજનો એક ભાગ હશે
  • 2018 પછી ફરી આ નિયમ લાવવામાં આવ્યો
  • Google તરફથી 15 GB સ્ટોરેજ આપવામાં આવે છે

જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન છે અને વ્હોટ્સએપનો ઉપયોગ કરો છો તો કદાચ તમારા માટે ખરાબ સમાચાર છે. નવા નિયમ અનુસાર, હવે WhatsApp ચેટ પણ Google સ્ટોરેજનો એક ભાગ હશે. 2018 પછી ફરી આ નિયમ લાવવામાં આવ્યો છે. જે યૂઝર્સનું WhatsApp બેકઅપ વધુ છે, તેમને તકલીફ થઈ શકે છે. આ નિયમ આવ્યા પછી Google તરફથી 15 GB આપવામાં આવે છે, તેટલી સ્પેસ પણ પૂરતી નહીં રહે. 

Google અને WhatsApp એ જાહેરાત કરી છે કે ,ડિસેમ્બર 2023થી, WhatsApp બેકઅપ Google દ્વારા પ્રદાન કરવામાં આવતા 15 GB ફ્રી સ્ટોરેજનો ભાગ હશે. જો તમારો ડેટા 15 જીબી કરતાં વધી જાય, તો તમારે વધારાનો ડેટા કાઢી નાખવો પડશે અથવા પૈસા ખર્ચવા પડશે. 

  • ગૂગલ યુઝર્સને 15 GB સ્ટોરેજ આપવામં આવે છે. એન્ડ્રોઇડ યૂઝર્સ Google Photos, Gmail અને તેમના ફોનનું બેકઅપ લેવા માટે આ સ્ટોરેજનો ઉપયોગ કરી શકે છે. યુઝર્સને વ્હોટ્સએપ બેકઅપની સુવિધા પણ મળે છે. વ્હોટ્સએપનું બેકઅપ ગૂગલ ડ્રાઇવમાં જાય છે, જે અત્યાર સુધી ગૂગલ સ્ટોરેજમાં એડ કરવામાં આવ્યું ન હતું. 
  • આ સુવિધાની મદદથી મોટાભાગના યૂઝર્સ તેમનું કામ કરી શકતા હતા. નવા નિયમને કારણે મુશ્કેલીઓ વધી શકે છે. 
  • જો તમારું બેકઅપ વધુ હશે તો Google પાસેથી વધારાની સ્ટોરેજ ખરીદો જે માટે તમારે દર મહિને ઓછામાં ઓછા 130 રૂપિયા ખર્ચવા પડશે. યૂઝરને દર મહિને 130 રૂપિયામાં 100 જીબી ડેટા મળશે. આ નવો નિયમ WhatsApp બીટા યુઝર્સ માટે આવતા મહિનાથી અને સામાન્ય યુઝર્સ માટે આવતા વર્ષના પહેલા છ મહિનામાં લાગુ કરવામાં આવશે.
  • આ નિયમ લાગુ કરતા પહેલા, WhatsAppમાં યૂઝર્સને એક સૂચના મોકલવામાં આવશે. આ સૂચનામાં, યૂઝર્સને 30 દિવસની અંદર તેમના બેકઅપને મેનેજ કરવા માટે કહેવામાં આવશે. 

જો તમારો ડેટા ખરેખર 15 GBથી વધુ હોય તો શું કરવું?

  • WhatsApp બેકઅપની જરૂર ના હોય તો સેટિંગ્સમાં જઈને તે બંધ કરી દો. 
  • બેકઅપ રાખવું હોય તો મેનેજ કરો. 
  • વ્હોટ્સએપ બેકઅપ જરૂરી હોય તો ગૂગલ સ્ટોરેજ મેનેજ કરો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ