બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સંબંધ / what to do when your child catches you making love

મોટા સવાલનો જવાબ / કપલો માટે કામજોગ ! સેક્સ કરતાં બાળકો જોઈ જાય અથવા પકડી પાડે ત્યારે શું કરવું? આ રીતે હેન્ડલ કરો સ્થિતિ

Hiralal

Last Updated: 03:46 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારીરિક સંબંધો બાંધતી વખતે અચાનક બાળક જોઈ લે તો કપલોએ શું કરવું? આવી સ્થિતિ કેવી રીતે હેન્ડલ કરવી તેના જવાબ અહીં અપાયાં છે.

  • બાળકોના મોટા થયા બાદ કપલોને મૂંઝવતો સૌથી મોટો સવાલ 
  • બાળક સેક્સ કરતાં પકડી પાડે કે જોઈ જાય ત્યારે ચિંતા કે શરમ ન રાખવી
  • પ્રેમપૂર્ણ વ્યવહાર કે સમજાવટથી બાળક માની જશે 

ઘરમાં બાળકોના આગમન બાદ કપલ માટે સૌથી મૂંઝવતો સવાલ શારીરિક સંબંધો બાંધવાનો છે. બાળકોના જન્મ પછી કે બાળકો મોટા થયા પછી કપલોને ઈન્ટીમેટ થવા માટે સમય અથવા એકાંત નથી મળતું. બાળક થયા પછી, માતાપિતા ઇન્ટિમેટ થતાં પહેલાં 100 વખત વિચારે છે અને જો કોઈ રોમેન્ટિક મૂડ હોય, તો પછી વારંવાર જઈને જોવું પડે છે કે બાળક જાગતું તો નથી. આવી સ્થિતિ લગભગ દરેક કપલે અનુભવવી પડતી હોય છે. તમારી જેમ બધા જ માતા-પિતાના મનમાં પણ આ ડર હોય છે કે સેક્સ કરતી વખતે ક્યાંક બાળક તેમને જોઈ ન લે. આવી સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે અહીં જણાવાયું છે. 

(1) રાતે રુમ લોક કરીને સુવું
બાળકોને પોતાને સેક્સ કરતાં જોઈ ન જાય તે અટકાવવાનો સૌથી સારો ઉપાયો રુમને લોક કરવાનો છે.  જ્યારે બાળકો સમજવાનું શરૂ કરે છે, ત્યારે પોતાની અને બાળકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને અલગ રૂમમાં સૂઈ જાઓ. આજે પણ અનેક ઘરોમાં માતા-પિતા તાળું માર્યા વગર ઊંઘે છે. પરંતુ એક વાર બાળકો મોટા થયા બાદ સૂતા પહેલા રૂમને તાળું મારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે બાળકોને ગોપનીયતા વિશે શીખવશો, તો તેઓ તેનો આદર કરશે.

(2) બાળક અચાનક રુમમાં આવી જાય તો શું કરવું 
જો બાળક તમને સેક્સ કરતાં જોઈ જાય અથવા પકડી પાડ તો બહું ચિંતા કરવાની જરુર નથી. તમે કોઈ ગુનો કર્યો નથી કે ચોરી કરી નથી. જો તમારુ બાળક અચાનક જ ઈન્ટીમેટની ક્ષણો રૂમમાં આવી જાય છે તો એકબીજાની પાછળ છૂપાવવાની કોશિશ ન કરો. સૌ પ્રથમ, એક ઊંડો શ્વાસ લો. પછી નરમાશથી તમારા જીવનસાથીની બાજુ તરફ જાઓ અને એવું દેખાડવાનો કે સમજાવવાનો પ્રયાસ કરો કે તમે તેની કમર દબાવી રહ્યા છો અથવા તેમના પગ દબાવી રહ્યા છો. તમારી જાતને સામાન્ય રાખીને પરિસ્થિતિને નિયંત્રિત કરો.

(3)  બાળક પર ગુસ્સે ન થાવ 
કેટલાક માતા-પિતા એવી ભૂલ કરે છે કે તેઓ તરત જ બાળકને ઠપકો આપીને બીજા રૂમમાં જવાનું કહે છે, આ સ્થિતિમાં ગુસ્સો ન કરો. જો તમે તમારા બાળક પર ગુસ્સે છો, તો તમારું બાળક દોષિત અને શરમ અનુભવી શકે છે.

(4) બાળક સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરો
જ્યારે બાળક સેક્સ કરતાં પકડી પાડે ત્યારે તમારે તેની સાથે આંખમા આંખ મિલાવીને વાત કરવી જોઈએ. જરા પણ એવી છાપ ન પાડો કે સેક્સ કોઈ ગંદુ કામ છે તમારે જરા પણ શરમ ન અનુભવવી જોઈએ. પ્રેમપૂર્ણ વ્યવહારથી બાળક માની જશે. 

(5) બાળકને રસ પડે તેવું કહો 
જો તમારું બાળક એટલું હોશિયાર છે કે તે સેક્સ વિશે સમજે છે, તો આ કિસ્સામાં બાળકે તરત જ ત્યાંથી ખસી જવું જોઈએ અને તેનું ધ્યાન બીજે ખસેડવું જોઈએ. અને બાળકે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેના માતા-પિતાને ખબર નથી હોતી કે તેણે તેમને ભૂલથી પણ જોયા છે, આનાથી બંને ક્ષોભથી બચી જશે અને એકબીજા સાથે સામે શરમ નહીં અનુભવવી પડે. અને જો બાળક હજુ નાનું હોય અને તેને આ વિષય વિશે વધુ જાણકારી ન હોય તો માતા-પિતાએ પોતાના તરફથી બાળકને આવું કંઈક કહેવાનો પ્રયાસ કરવો પડશે અથવા તો તેને કંઈક સારું એવું કહેવું જોઈએ જેથી તે આ વાત ભૂલી જાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ