ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં ઠંડુ પાણી પીવું વધારે સારું કે ગરમ પાણી? રિસર્ચની 5 મોટી વાત, જાણશો તો ફાયદામાં રહેશો

હેલ્થ / શિયાળામાં ઠંડુ પાણી પીવું વધારે સારું કે ગરમ પાણી? રિસર્ચની 5 મોટી વાત, જાણશો તો ફાયદામાં રહેશો

Last Updated: 10:21 PM, 22 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્થલાઈનના રિપોર્ટ મુજબ શિયાળામાં સામાન્ય રીતે આપણે જે પાણી પીતા હોઇએ છીએ તે પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. જો કે, જો તમે શરદી, ઉધરસ અથવા ફ્લૂથી પીડિત છો, તો તમારે આવી સ્થિતિમાં ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ,

ADVERTISEMENT

ઉત્તર ભારતમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તાપમાન સતત ઘટી રહ્યું છે. ઠંડા વાતાવરણમાં લોકો ગરમ પાણી પીતા જોવા મળે છે. આ સિઝનમાં લોકો ઠંડુ ( સામાન્ય રીતે જે પાણી પીવાય છે તે) પાણી પીવાનું પણ ટાળે છે. તેમને લાગે છે કે શિયાળામાં આવુ પાણી સ્વાસ્થ્ય બગાડી શકે છે. જ્યારે લોકો ગરમ કે હુંફાળા પાણીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માને છે. હવે સવાલ એ થાય છે કે શું લોકોએ ખરેખર ગરમ પાણી પીવું જોઈએ અને ઠંડા વાતાવરણમાં સામાન્ય રીતે આપણે જે પાણી પીએ છીએ તેનાથી બચવું જોઇએ .? આવો જાણીએ આ સાથે જોડાયેલા મહત્વના તથ્યો.

હેલ્થલાઈનના રિપોર્ટ મુજબ શિયાળામાં સામાન્ય રીતે આપણે જે પાણી પીતા હોઇએ છીએ તે પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. જો કે, જો તમે શરદી, ઉધરસ અથવા ફ્લૂથી પીડિત છો, તો તમારે આવી સ્થિતિમાં ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. શિયાળામાં પણ દરેક વ્યક્તિએ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ, જેથી ડિહાઈડ્રેશનનો કોઈ ખતરો ન રહે. જો કે, જો તમે શુધ્ધ પાણી પીવામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

હવે ગરમ પાણી વિશે વાત કરીએ. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે શિયાળાની ઋતુમાં ગરમ ​​કે નવશેકું પાણી પીવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ મળે છે. જો કે, લાંબા સમય સુધી ગરમ પાણી પીવાથી તમને ઓછી તરસ લાગશે અને આ સ્થિતિમાં શરીરનું હાઇડ્રેશન બગડી શકે છે. તેથી, પાણી વધુ ગરમ ન હોવું જોઈએ અને સમયાંતરે પીવું જોઈએ, જેથી ડીહાઈડ્રેશનથી બચી શકાય. આયુર્વેદમાં ગરમ ​​પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

એકંદરે એવું કહી શકાય કે શિયાળામાં નવશેકું પાણી પીવું ફાયદાકારક છે, પરંતુ રેગ્યુલર જે પાણી પીએ છીએ તે પીવાથી પણ શરીરને કોઈ નુકસાન થતું નથી. જો તમે એવું વિચારતા હોવ કે તે પીવાથી તબિયત બગડશે તો તે તદ્દન ખોટું છે. એવું ચોક્કસપણે કહી શકાય કે જો તમે શરદી અથવા ફ્લૂથી પીડિત હોવ તો તમારે રેફ્રિજરેટરમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી નાક બંધ થઈ શકે છે અને તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તાજું અથવા નવશેકું પાણી પીવાનો પ્રયાસ કરો અને દરરોજ ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવો.

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hot Water Cold Water Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ