બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / What is this 'Smart Replay System'? Learn how to revolutionize IPL

આઇપીએલ 2024 / શું છે આ 'સ્માર્ટ રિપ્લે સિસ્ટમ'? જાણો કેવી રીતે IPLમાં લાવે છે ક્રાંતિ, સમજો પોઇન્ટ ટુ પોઇન્ટ

Ajit Jadeja

Last Updated: 03:47 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ દરેક ક્ષણની ફૂટેજ એક સાથે લે છે. જેથી અમ્પાયરને નિર્ણય લેવામાં સરળતા રહેશે

આઇપીએલ 2024ની સીજનમાં મેચ દરમિયાન ઓન ધ ફિલ્ડ નિર્ણયો સચોટ અને સારા બનાવવા ભારતીય ક્રિકેટ બોર્ડે " સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ" લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિસ્ટમમાં સ્ટેડિયમની ચારે બાજુ તૈનાત હોક આઈનાં 8 હાઇ સ્પીડ કેમેરા લગાવેલા હશે. ટીવી અમ્પાયરની સાથે 2 હોક આઈના ઓપરેટરો હશે, જે કોઈ પણ ક્ષણની ફૂટેજ લેવા તૈયાર રહેશે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે 2 દિવસની વર્કશોપમાં ભારતીય અને વિદેશી અમ્પાયરોને ટ્રેનિંગ આપી જે આઇપીએલમાં આ સિસ્ટમનો ઉપયોગ કરશે. 

સ્માર્ટ રિપ્લે સિસ્ટમ પહેલા શું થતું હતું અને હવે શું થશે

જૂનાં સેટઅપમાં ટીવી બ્રૉડકાસ્ટર હોક આઈ અને થર્ડ અમ્પાયર વચ્ચેની કડીનું કામ કરતાં જ્યારે નવી સિસ્ટમ આવવાથી થર્ડ અમ્પાયર સીધા ઓપરેટરથી જ વિઝ્યુલ મેળવશે. જેનાથી એમને સ્પ્લીટ સ્ક્રીન વ્યૂ પણ મળશે, જેથી તે સાચા અને સરળતાથી નિર્ણય લઈ શકશે. આ સિસ્ટમનો ઉપયોગ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ધ 100માં DRS માટે કર્યો હતો. 

કેવી રીતે સ્માર્ટ રિપ્લે સિસ્ટમ અમ્પાયરની મદદ કરશે

આઉટફિલ્ડરના પગ અને હાથના એક સાથે ફૂટેજ કેપ્ચર કરવા જ્યારે તે હવામાં કેચ પકડે ત્યારે જે અગાઉ ઉપલબ્ધ ન હતું. એટલું જ નહીં સ્માર્ટ રિપ્લે સિસ્ટમ અમ્પાયરોને પાછળથી કેચ , લેગ-બિફોર-વિકેટ, સ્ટમ્પિંગ અને ક્લોઝ કેચ સહિત અન્ય વિવિધ ક્ષણોનું અવલોકન કરવા માટે વધુ સારી સ્પષ્ટતા અને સાચા નિર્ણય લેવામાં મદદ કરશે. 

કેવી રીતે કામ કરશે સ્માર્ટ રિપ્લે સિસ્ટમ

ધારો કે ફિલ્ડર બોલને સ્ટમ્પ તરફ ફેંકે છે પરંતુ તે ઓવર થ્રો હોય છે અને બોલ બાઉન્ડ્રીની બહાર જાય છે. હવે નવી સ્માર્ટ રિપ્લે સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવશે કે બેટ્સમેનો બૉલ ફેંકતી વખતે એકબીજાને ઓળંગી ગયા હતા કે નહીં. હવે તમે વિચારશો આ કેવી રીતે? તેથી સિસ્ટમ બેટ્સમેનની સ્થિતિ તેમજ ફિલ્ડર બોલ છોડે છે તે ચોક્કસ સમયના ફૂટેજ મેળવવા માટે ફિલ્ડની આસપાસ મૂકવામાં આવેલા હાઇ-સ્પીડ કેમેરાનો ઉપયોગ કરશે. ત્યારબાદ આ માહિતી ટીવી અમ્પાયરને આપવામાં આવશે. આનાથી વધુ સચોટ નિર્ણય લેવામાં મદદ થશે. ઉદાહરણ તરીકે આપણે 2019ના વર્લ્ડ કપની ફાઈનલને લઈ શકીએ, જ્યાં બેન સ્ટોક્સ બીજા રન માટે દોડ્યો અને થ્રો પછી બોલ તેના બેટ સાથે અથડાયો. પહેલા બંનેને એક સાથે કેપ્ચર કરી શકતા હતા, પરંતુ યોગ્ય સમયે મળવું મુશ્કેલ હતું પણ હવે સ્માર્ટ રિપ્લે સિસ્ટમથી નિર્ણય લેવો સરળ બનશે. 

આ પણ વાંચો ઃ ગુજરાતીઓ સાચવજો! આગામી 5 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં છે ભારે હીટવેવની આગાહી

DRSમાં સ્માર્ટ રિપ્લે સિસ્ટમથી ફેન્સ સુધી વાત પહોંચશે

DRS દરમિયાન ટીવી અમ્પાયર પહેલાંની જેમ જ ફેન્સ સુધી વાતચીત પહોંચાડશે. જેથી ફેન્સને પણ ખબર પડે આ નિર્ણય કેમ લીધો., સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ દરેક ક્ષણની ફૂટેજ એક સાથે લે છે. જેથી અમ્પાયરને નિર્ણય લેવામાં સરળતા રહેશે,  સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ શું છે? તે જોઇએ તો સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ અમ્પાયરની મદદ માટે છે. આ માટે સ્ટેડિયમની ચારેય બાજુ હોક આઈના 8 હાઇ સ્પીડ કેમેરા અને 2 ઓપરેટરની સાથે મળીને થર્ડ અમ્પાયર નિર્ણય લે છે. આઇપીએલ 2024માં સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ લાગુ થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ