ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / Heat wave forecast for five days in Gujarat

ગરમી / ગુજરાતીઓ સાચવજો! આગામી 5 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં છે ભારે હીટવેવની આગાહી

Published By: Ajit Jadeja

Last Updated: 03:29 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં 39.3, ભુજમાં 39.1, સુરેન્દ્રનગર 38.8, પોરબંદરમાં 37.3, કેશોદમાં 38 ડિગ્રી અને અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું

ADVERTISEMENT

Hitwave : રાજ્યમાં પહેલુ હિટવેવ સૌરાષ્ટ્ર, કચ્છ અને પોરબંદરમાં નોંધાયુ છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વિસ્તારોમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું હતુ. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ સુકું વાતાવરણની સાથે સાથે સૌરાષ્ચટ્ર અને કચ્છમાં ગરમીનુ પ્રમાણ વધશે. કોસ્ટલ એરિયામાં ઉત્તર પશ્ચિમ પવનો આવતા વાતાવરણ બદલાયુ અને હાલ સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.3, ભુજમાં 39.1, સુરેન્દ્રનગરમાં 38.8, પોરબંદરમાં 37.3, કેશોદમાં 38 અનમે અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હજી પણ કોસ્ટલ એરિયામાં પાંચ દિવસમાં તાપમાનનો પારો વધશે.

હજુ પાંચ દિવસ ગરમી યથાવત રહેશે

રાજ્યમાં ઉનાળા સિઝનનું પહેલું હિટવેવ નોંધાયું છે. હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની આગાહી કરી હતી. જે આગાહી મુજબ આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પોરબંદર હિટવેવ નોંધાયું છે. ગીર સોમનાથમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પોરબંદર અને ગીર સોમનાથમાં હિટવેવ રહેશે. જે આગાહી પ્રમાણે હાલ તાપમાન નોંધાયું છે.

કચ્છ અને પોરબંદરમાં હિટવેવ

કોસ્ટટેલ એરિયામાં ઉત્તર પશ્ચિમી પવનના કારણે વાતાવરણ બદલાયું છે. જમીન લેવલે ઉત્તરીય પવન રહેશે. હાલ સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.3, ભુજમાં 39.1, સુરેન્દ્રનગર 38.8, પોરબંદરમાં 37.3, કેશોદમાં 38 ડિગ્રી અને અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથમાં 2 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે.  હજુ પાંચ દિવસ ગરમી યથાવત રહેશે. કોસ્ટલ એરિયામાં 37 ડિગ્રી ઉપર તાપમાન જાય એટલે હિટવેવ જાહેર કરાયા છે. જે મુજબ હાલ કચ્છ અને પોરબંદરમાં હિટવેવ જોવા મળી રહ્યો છે. તો જમીની એરિયા માટે અલગ અલગ સ્થળે અલગ અલગ તાપમાન પર હિટવેવની આગાહી કરવામાં આવતી હોય છે. ત્યારે હજુ પાંચ દિવસ તાપમાન વધુ રહેવાને લઈને લોકોએ ગરમીમાં સેકાવા તૈયાર રહેવું પડશે. 

આ પણ વાંચોઃ ગુજરાત યુનિ.ની બબાલને જોતા VNSGUના સત્તાધીશો હરકતમાં, વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મોટો નિર્ણય

ક્યા કેટલું તાપમાન નોધાયું

રાજકોટ 39.3 ડિગ્રી
ભુજ 39.1 ડિગ્રી
સુરેન્દ્રનગર 38.8 ડિગ્રી
પોરબંદર 37.3 ડિગ્રી
કેશોદ 38 ડિગ્રી
અમદાવાદ 37.4 ડિગ્રી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Saurashtra Temperature Summer weather Forecast અમદાવાદ તાપમાન ઉનાળો શરૂ તાપમાન હવામાન આગાહી હિટવેવ Heat Wave

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ