બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / What is the purpose of Autism Day? Most affected children, know the theme, history and symptoms

હેલ્થ / શું છે ઓટીઝમ ડેનો હેતુ? સૌથી વધુ બાળકો અસરગ્રસ્ત, જાણો થીમ, ઈતિહાસ અને લક્ષણો

Vishal Dave

Last Updated: 07:15 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટિઝમ  એક માનસિક રોગ છે, તેનાથી પીડિત લોકોને સૌથી વધુ સપોર્ટ અને કાળજીની જરૂર હોય છે. આ રોગ મોટાભાગે બાળકોમાં જોવા મળે છે.

વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ દર વર્ષે 2 એપ્રિલે ઉજવવામાં આવે છે.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2007માં આનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને 18 ડિસેમ્બર 2007ના રોજ અપનાવવામાં આવ્યો. ઓટિઝમ  એક માનસિક રોગ છે, તેનાથી પીડિત લોકોને સૌથી વધુ સપોર્ટ અને કાળજીની જરૂર હોય છે. આ રોગ મોટાભાગે બાળકોમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, જ્યારે બાળક નાનું હોય છે, ત્યારે તેના લક્ષણોને ઓળખવું સરળ નથી. આવી સ્થિતિમાં, અમે તમને આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અને આ રોગ સાથે જોડાયેલી કેટલીક બાબતો જણાવીએ, જે તમારે જાણવી જ જોઈએ.

વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ શા માટે ઉજવાય છે ?

1 નવેમ્બર 2007ના રોજ, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો, જે 18 ડિસેમ્બર 2007ના રોજ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવ્યો હતો. ત્યારથી, વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ દર વર્ષે 2 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને આ ડિસઓર્ડર વિશે જાગૃત કરવાનો છે, જેથી તેનાથી પીડિત વ્યક્તિના જીવનને સુધારવામાં મદદ કરી શકે અને તે પણ સમાજમાં સારું જીવન જીવી શકે.

ઓટીઝમ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જેમાં વ્યક્તિના મૌખિક અથવા બિન-મૌખિક સંચાર, કલ્પના અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયા પર પ્રતિકૂળ અસર થાય છે. આવી સ્થિતિમાં, આ દિવસની ઉજવણીનો વાસ્તવિક હેતુ આ રોગ સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને ટેકો આપવાનો છે, જે ફક્ત પોતાનામાં જાગૃતિ કેળવવાથી જ શક્ય બની શકે છે.

ઓટીઝમ ડિસઓર્ડર શું છે ?

આજે, લોકોમાં ઓટીઝમ વિશે જાગરૂકતા ચોક્કસપણે વધી છે, પરંતુ ભારતમાં વધતા જતા કેસો પણ ચિંતામાં વધારો કરે છે. વર્ષ 2021માં ઈન્ડિયન જર્નલ ઑફ પેડિયાટ્રિક્સમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ દર્શાવે છે કે દેશમાં દર 68 બાળકોમાંથી એક બાળક ઓટિઝમથી પીડિત છે, જેમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા ત્રણ ગણી વધારે છે. આનાથી પીડિત વ્યક્તિને વસ્તુઓ સમજવામાં તકલીફ થાય છે, તેના મગજમાં ગડબડ થાય છે, શબ્દો સમજવામાં અસમર્થ હોય છે, આંખનો સંપર્ક કરવામાં અને વાત કરવામાં અસમર્થ હોય છે, તેની બેસવાની,ખાવા-પીવાની વર્તણૂક પણ અન્ય કરતા અલગ હોય છે.

આ પણ વાંચોઃ વધારે કામ કરવાથી શારીરિકની સાથે મેન્ટલ હેલ્થને પણ થાય છે નુકસાન


વર્ષ 2024 ની થીમ શું છે ?

આ વર્ષની વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડેની થીમ 'એમ્પાવરિંગ ઓટીસ્ટીક વોઈસીસ' છે, એટલે કે આ ડિસઓર્ડરથી પીડિત લોકોના અવાજને મજબૂત બનાવવો, જેથી સમાજમાં આવા લોકોની સ્વીકૃતિ વધે અને તેઓ પણ સારુ જીવન જીવી શકે .  તમને જણાવી દઈએ કે વાદળી રંગને ઓટીઝમના પ્રતીક તરીકે જોવામાં આવે છે, જેના કારણે દર વર્ષે આ દિવસે મુખ્ય ઐતિહાસિક ઈમારતોને વાદળી લાઈટોથી સજાવવામાં આવે છે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ