બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Working too much damages physical as well as mental health

Health Tips / વધારે કામ કરવાથી શારીરિકની સાથે મેન્ટલ હેલ્થને પણ થાય છે નુકસાન

Megha

Last Updated: 01:17 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધારે પૈસા કમાઈ લેવાના ચક્કરમાં અથવા મજબૂરીના કારણે લોકો પોતાની ક્ષમતા કરતા પણ વધારે કામ કરતા હોય છે જેનાથી શારીરિકની સાથે મેન્ટલ બીમારીઓ પણ થાય છે.

અત્યારે લોકો સફળ થવા સખત મહેનત કરતા હોય છે. પરંતુ તમે વધારે પડતુ કામ કરો છો તો તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થાય છે. તમે વધારે કામ કરો છો તો તમારા શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધી જાય છે. જેથી તમને હૃદય રોગ થવાની સંભાવના વધી શકે છે. વધારે કામ કરવાથી પુરતો સમય ન મળવાથી ખોરાક પર પણ અસર કરે છે. આ સિવાય પૂરતી ઊંઘ પણ મળતી નથી. આ બધા કારણોસર તમારા શારીરિક સાથે તણાણ, એંક્ઝાઈટી જેવી મેન્ટલ બીમારી થાય છે. જેથી તમારે તમારી શરીરની ક્ષમતા મુજબ જ કામ કરવું જોઈયે.

Topic | VTV Gujarati

આ વાતનું રાખો ધ્યાન
તમારે બિનજરૂરી તણાવથી બચવુ હોય તો તમે કોઈ એવી જવાબદારી ન લો જે તમે સંભાળી શકતા ન હોય. તમે પોલાઈટલી તેવા કામને ના પાડી દો.

જે કામ વધારે જરૂરી હોય તેને પહેલા પ્રાયોરિટી આપો. જો તમે પ્રાયોરિટી મુજબ કામ કરો છો તો તમને કામનું ભારણ નહીં વધે. જે કામનું મહત્વ ઓછુ હોય તેને બાદમાં કરો. આવુ કરવાથી તમને કામનો સ્ટ્રેસ નહીં રહે.

તમારી ક્ષમતાઓને જાણી તમારી પાસેના સમય આધારે ખૂદનું મુલ્યાંકન કરો કે તમે શું કરી શકો અને શું નહીં કરી શકો. આ મુલ્યાંકન બાદ જ તમે કોઈ કામની જવાબદારી લો. નહીં તો કોઈને બતાવી દેવાના ચક્કરમાં વધારે પડત કામની જવાબદારી લઈ લેવાથી તમારી મુશ્કેલી વધી શકે છે. 

સ્ટ્રેસ વધી ગયો છે તો આ ચીજોને તમારા ડાયટમાં એડ કરી લો | Eat these food for  less stress

સખત પરિશ્રમને કારણે લોકો કામ દરમિયાન વિરામ પણ લેતા નથી હોતા. જેથી તેના કારણે તેમના શરીર અને મેન્ટલ હેલ્થને નુકસાન થાય છે. જેથી કામ દરમિયાન વિરામ લેવો જરૂરી છે. વિરામથી શરીર અને મગજ બંને ફરી સ્ફુર્તીથી કામ કરવા લાગે છે.

વધુ વાંચો:  રાત્રે ઉંઘ નથી આવતી, મગજ વિચારે ચડે છે? તો આ ગંભીર બીમારીની દસ્તક, હલકામાં ન લેતા

કામના તણાવ અને થાકથી બચવા તમારે સમયનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું જોઈયે. સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમને શારીરિક થાક પણ લાગતો નથી અને સ્ટ્રેસ પણ થતો નથી.એના માટે તમે જે કામ કરતા હોય તેની ચોક્કસ સમય મર્યાદા સેટ કરવી, સેટ કરેલા સમયગાળામાં કામ પૂર્ણ કરવાથી કામનું ભારણ રહેતુ નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Health Tips In Gujarati Stress Work Stress health tips mental health mental stress Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ