બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / What is the mythological significance of Diwali? How to get rid of depression to improve and brighten your life?

મહામંથન / દિવાળીનું પૌરાણીક મહત્વ શું? જીવનમાં ઉન્નતિ અને ઉજાસ પાથરવા હતાશાને દૂર કઈ રીતે કરશો?

Vishal Khamar

Last Updated: 09:10 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધર્મનો જય થાય અને અધર્મનો નાશ થાય. માનવ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થાય. ભગવાન રામ લંકામાંથી વિજય મેળવી અયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામના આગમન પર અયોધ્યાવાસીઓએ ઉજવણી કરી હતી. ભગવાન રામ આવ્યા ત્યારે અવધના લોકોએ દીવડા પ્રગટાવ્યા હતા.

આપણા સૌના પ્રિય તહેવારની ઉજવણીથી વાતાવરણ આખુયે તરબતર છે. ચારેય તરફ રોશનીનો ઝગમગાટ છે. આપણી સંસ્કૃતિ કેટલી સુંદર  છે - કેટલી અદભૂત પરંપરાઓ છે કે આપણે વર્ષના છેલ્લા દિવસને પણ ઉજવીને વિદાય આપીએ છીએ અને એજ ઉલ્લાસ અને ઉત્સાહ સાથે આવનાર વર્ષને વધાવીએ છીએ. દિવાળીના પર્વના એક એક દિવસનું અનેરું માહાત્મ્ય તો છે જ પણ સાથે સાથે એક ગર્ભિત અર્થ પણ છે. 

  • કાલિકા પુરાણ પ્રમાણે દિવાળીના દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો
  • દેવો અને મહાદેવોએ દિવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો હતો
  • મહારાજા પૃથુએ પૃથ્વીનું દોહન કરીને દેશને ધનધાનથી સમૃદ્ધ બનાવ્યો હતો

આ પર્વમાં - અંધકારથી ઉજાસ તરફ જવાનો આ પર્વ છે જે આપણને એ શીખવે છે કે જીવનમાં ઉતાર ચઢાવ તો રહેશે, સમસ્યાઓ તો આવશે પણ તેમાંથી આપણે બહાર પણ આવીશું. આજના આ પર્વ પર આજે આવાજ સુંદર વિચાર સાથે આપણે ચર્ચા કરવાના છીએ કારણકે નવા વર્ષને લઇને આપણે શું સંકલ્પ લેવો જોઇએ અને તે સંકલ્પની સિધ્ધી માટે કેવી રીતે પ્રતિબધ્ધ રહેવું જોઇએ. જીવનમાં ઉન્નતિ અને ઉજાસ કેવી રીતે પાથરી શકીશું.

રંગોળી કરવાથી ઘરે થાય છે લક્ષ્મીજીની પધરામણી
જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ છે દિવાળીનું અદકેરું મહત્વ
દિવાળી પર્વ પર ભગવાન શ્રી વિષ્ણુએ ગૌવર્ધન પર્વત અને ગાયની પૂજા શરૂ કરાવી

દિવાળી પ્રકાશનું પર્વ કેમ?
કાલિકા પુરાણ પ્રમાણે દિવાળીના દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો. દેવો અને મહાદેવોએ દિવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો હતો. મહારાજા પૃથુએ પૃથ્વીનું દોહન કરીને દેશને ધનધાનથી સમૃદ્ધ બનાવ્યો હતો. સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. ભગવાન વિષ્ણુએ રાજા બલિને પાતાળમાં મોકલી લક્ષ્મીજી અને અન્ય દેવોને મુક્ત કરાવ્યા હતા. દિવાળીમાં દિવડાની સાથે રંગોળીનું પણ ખાસ મહત્વ છે.  રંગોળી કરવાથી ઘરે લક્ષ્મીજીની પધરામણી થાય છે.  જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ દિવાળીનું અદકેરું મહત્વ  છે.  દિવાળી પર્વ પર ભગવાન શ્રી વિષ્ણુએ ગૌવર્ધન પર્વત અને ગાયની પૂજા શરૂ કરાવી હતી.

  • અંધારામાંથી અજવાળા તરફ, પ્રકાશ તરફ જવાનું કાર્ય એટલે દિવાળી
  • દિવાળીમાં જેમ ઘરની સાફસફાઈ કરીએ તેમ મન-તનની સફાઈ કરીએ
  • મનમાં રહેલા નકારાત્મક વિચારોને છોડી હકારાત્મકતા તરફ આગળ વધીએ

જીવનમાં પ્રકાશ કેવી રીતે ફેલાવીએ?    
અંધારામાંથી અજવાળા તરફ, પ્રકાશ તરફ જવાનું કાર્ય એટલે દિવાળી. દિવાળીમાં જેમ ઘરની સાફસફાઈ કરીએ તેમ મન-તનની સફાઈ કરીએ છીએ.  મનમાં રહેલા નકારાત્મક વિચારોને છોડી હકારાત્મકતા તરફ આગળ વધીએ છીએ.  કોઈ પ્રત્યે રાગ-દ્વેષ ન રાખીએ,જગ કલ્યાણના સિદ્ધાંતને અપનાવીએ. તેમજ ખોટી વાતો છોડી હંમેશા સત્યને વળગી રહીએ. બીજાની ભૂલો માફ કરવાનો અભિગમ જીવનમાં ઉતારીએ. જીવનમાં હંમેશા સકારાત્મક વિચારવું. મનમાં કોઈ માટે દ્વેષ ન રાખવો.  હંમેશા પરિવારને સાથે રાખી ચાલવું. કોઈના માટે ખરાબ વિચારવું નહીં. કોઈનું ખરાબ કરવું નહીં તેવો સંકલ્પ લેવો. આપણે આપણી કમીઓને દૂર કરવાના પ્રયાસ કરીએ. મહેનત કરીને આગળ વધવાનો ધ્યેય રાખવો. સંકલ્પ સિદ્ધ કરવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરતા રહેવું. ઈર્ષ્યા, આછલકાઈ કપટથી દૂર રહેવું. મોટિવેશનલ પુસ્તકો વધુ વાંચવાનો સંકલ્પ લઈએ.

  • સંકલ્પ સિદ્ધ કરવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરતા રહેવું
  • ઈર્ષ્યા, આછલકાઈ કપટથી દૂર રહેવું
  • મોટિવેશનલ પુસ્તકો વધુ વાંચવાનો સંકલ્પ લઈએ

પ્રકાશનું પર્વ `દિવાળી'
સમગ્ર દેશમાં રંગેચંગે દિવાળીની ઉજવણી થઈ રહી છે.  ગુજરાતમાં દિવાળીનું વિશેષ મહત્વ છે.  ગુજરાતીઓ પાંચ દિવસ સુધી દિવાળી મનાવે છે. દરેક ઘરે દિપ પ્રજ્વલિત થાય છે. ઉંમગના આ સમયે નાના મોટા સૌ સાથે મળી ફટાકડા ફોડી ઉજવણી કરે છે. દિવાળીના આધ્યત્મિક અર્થ છે મનના પ્રકાશની જાગૃતિ. માનવીની અંદર રહેલા દુર્ગણો પર સદગુણોના વિજયનું પર્વ છે.  દિવાળીના દિવસે ચોપડા પૂજનનું વિશેષ મહત્વ હોય છે.  વર્ષનો સૌથી મોટો પર્વ દિવાળી છે.  અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ દિવાળી છે.  તમામ તહેવારોનો રાજા એટલે દિપાવલી. શાસ્ત્રોમાં દિવાળીનું અનેકગણું મહત્વ રહેલું છે. દિવાળીમાં સંસ્કૃત શ્લોક તમસો મા જ્યોતિર્ગમય કહેવાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ