બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / What is the belief of Monsoon Ansar and Titodi Eggs

જૂની ઢબે આગાહી / ખેડૂતો આવનાર વર્ષ કેવું આવશે? પ્રાચીન પરંપરા મુજબ ટિટોડીના ઈંડા પરથી આવ્યો વરસાદનો વરતારો, ચિંતાના વાદળો નહીં

Kishor

Last Updated: 08:37 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગ વરસાદ અને હવામાન માહિતી મેળવી શકાય છે. પરતું દેશમા પ્રાચીનકાળથી થતી વરસાદના વરતારાની પણ એક પરંપરા છે. જેમાં ટીટોડીના ઈંડા અંગેની માન્યતા ખૂબ જ લોકપ્રિય છે.

  • વરસાદના વર્તારાની પ્રાચિન પરંપરા જીવંત
  • ચાચરાવાડી વાસણા ગામે પરંપરા જીવંત
  • ટીટોડીના ઈંડા પરથી લગાવાય છે અનુમાન  

જુન મહિનામાં વિધિવત ચોમાસું બેસવાની હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે ત્યારે ચોમાસાના આગમન અને વરતારા લઈને આજે સેટેલાઈટથી લઈને અદ્યતન ટેકનિકનો ઉપયોગ વરસાદ અને હવામાન માહિતી મેળવી શકાય છે. પરતું દેશમા પ્રાચીનકાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે. આવી પરંપરા એટેલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની પણ છે. આજે પણ ચાચરાવાડી વાસણા સહીત અનેક ગામડાઓમાં ટીટોડીના ઈંડાથી ચોમાસાનું અનુમાન લગાવાઈ છે.


ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસે તેવી માન્યતા

જ્યારે ટેક્નોલોજીના કોઇ સક્ષમ સાધનો ન હતા ત્યારે ભાવિ વરસાદની આગાહી પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસુઝ આધારે કરતા હતા. આજે પણ ખેતરમાં ટીટોડીના ઈંડા મુકવાની સાથે વરસાદના વર્તારાનો પ્રથા જીવંત છે.એટલે કે ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વર્ષે તેવી માન્યતા છે. વધુમાં ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદની માન્યતા છે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે.

6 ઈંડા મૂકે તો એવું માનવામાં આવે છે કે...

ઉપરાંત ટોટોડી સામાન્ય સંજોગોમાં  ચાર ઈંડા મુકતી હોય છે. જેમાં એવી લોકવાયકા છે કે આ ચાર ઈંડા પરથી એક ઈંડાના આધારે એક મહિનો એમ ચાર મહિના જૂન, જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર મહિના વરસાદ પડી શકે છે. જ્યારે એવી વાયકા છે કે જો ટીટોડી 6 ઈંડા મૂકે તો એવું માનવામાં આવે છે કે આ વર્ષે 4 ના બદલે 6 મહિના સુધી ચોમાસુ ચાલી શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ