બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / what is home signal in railway which directs train driver to go on right track

ઓડિશા ટ્રેન અકસ્માત / આટલા બધા પાટા, તો પછી ટ્રેન ડ્રાઈવરને કેવી રીતે ખબર પડે છે કે કયા પાટાથી જવાનું

Hiralal

Last Updated: 06:06 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના ભયાનક રેલ અકસ્માત બાદ રેલવેની સિગ્નલિંગ વ્યવસ્થા ચર્ચામાં આવી છે. ચાર પ્રકારની લાઈટ (રંગ)થી ટ્રેનનું સામાન્ય સંચાલન થતું હોય છે.

  • ઓડિશાના ભયાનક રેલ અકસ્માત બાદ ચર્ચામાં આવી રેલવેની સિગ્નલિંગ વ્યવસ્થા
  • ચાર પ્રકારની લાઈટ (રંગ)થી ટ્રેન દોડે છે 
  • સફેદ, પીળી, લીલી અને લાલ કલરની હોય છે
  • પીળી સાથે સફેદનો અર્થ ગાડીને ધીરે ધીરે સ્ટેશન પર લાવવાની

288થી વધુ લોકોનો ભોગ લેનારા ઓડિશાના ભયાનક રેલ અકસ્માત સિગ્નલમાં ગરબડને કારણે થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આવી સ્થિતિમાં રેલવેની સિગ્નલિંગ વ્યવસ્થા જાણવી ખૂબ જરુરી છે. રેલવેની સિગ્નલિંગ વ્યવસ્થામાં ચાર રંગની લાઈટ હોય છે અને આ લાઈટો જ ટ્રેનનું સંચાલન સારી રીતે થતું હોય છે. 

અટપટા પાટા પરથી ડ્રાઈવેર કેવી રીતે સરળતાથી ટ્રેનને સ્ટેશન પર લઈ આવે છે 
તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે ટ્રેન કોઈ મોટા સ્ટેશન અથવા નાના સ્ટેશન પરથી પસાર થાય છે, તો ક્યારેક તે ધીમી ગતિએ નીકળે છે તો ક્યારેક તે ખૂબ જ ઝડપે પ્લેટફોર્મ પાર કરે છે. આટલું જ નહીં, દિલ્હી, હાવડા, ચેન્નાઈ જેવા મોટા જંકશન પર ઘણા બધા પાટા હોય છે તેમ છતાં પણ ટ્રેન ડ્રાઈવર જરા પણ કન્ફ્યૂઝ થયા વગર શાંતિ ટ્રેનને પ્લેટફોર્મ પર લાવીને ઊભી રાખે દે છે.  આ કેવી રીતે શક્ય છે? તો ચાલો જાણીએ તેની પાછળ કઈ સિસ્ટમ કામ કરે છે?

પીળી સાથે સફેદ લાઈટ કેમ કરવામાં આવે છે 
મુખ્ય સિગ્નલ બોર્ડ પર કુલ ચાર લાલ, પીળો, લીલો અને સફેદ રંગની લાઈટ જોવા મળતી હોય છે. બાકીની ત્રણ લાઇટ સામાન્ય ટ્રાફિક લાઈટની જેમ કામ કરે છે. પરંતુ સફેદ લાઈટ બધાથી અલગ છે. પાટા પર પાંચ બોક્સમાં થોડી ત્રાંસી સફેદ લાઈટ જોવા મળતી હોય છે, સફેદ લાઈટને હંમેશા પીળી લાઈટ સાથે ચાલુ રહે છે. આ લાઇટ એવા સ્ટેશનો પર ચાલુ કરવામાં આવે છે જ્યાં ઘણા બધા પ્લેટફોર્મ હોય. પીળી સાથે સફેદ લાઈટ જોઈને ડ્રાઈવરને ખબર પડી જાય છે કે 
તેણે કઈ લાઈનમાંથી સ્ટેશનમાં પ્રવેશ કરવાનો છે. પીળી સાથે સફેદ લાઈટનું સિગ્નલ આપવાનો મુખ્ય હેતુ ટ્રેનને ધીમે ધીમે સ્ટેશનની અંદર લાવવાનો છે. જરા પણ ઉતાવળ કરવાની નથી. ખુદ રેલ્વે મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

ગ્રીન સિગ્નલ (લીલું) 
ગ્રીન લાઈટનો અર્થ ટ્રેનને સ્ટેશનમાંથી ઉપાડવાનો કે સડસડાટ સ્ટેશનમાંથી પસાર થઈ જવાનો છે. ગ્રીન સિગ્નલ મળતાં જ ડ્રાઈવરે ટ્રેન ઉપાડી મૂકવાની હોય છે પછી તે ટ્રેનને થોભાવી શકતો નથી, હા ફરી રેડ સિગ્નલ મળે તો થોભાવવી પડે છે.  આ દરમિયાન પ્લેટફોર્મ પરના મુસાફરોને પાટાથી દૂર રહેવાનું કહેવાય છે કારણ કે 
ટ્રેન પૂરપાટ ઝડપે પસાર થવાની હોય છે.

રેડ સિગ્નલ (લાલ) 
રેડ સિગ્નલ એટલે ટ્રેનને ગમે ત્યાં સ્ટેશન પર કે સ્ટેશનની બહાર કે પાટા વચ્ચે ગમે ત્યાં અટકાવી દેવાની હોય છે. રેડ સિગ્નલમાં ડ્રાઈવરે ટ્રેનને જરા પણ આગળ વધારવાની નથી. ડ્રાઈવરે પ્લેટફોર્મની અંદર પ્રવેશવા માટે ફરીથી ગ્રીન સિગ્નલની રાહ જોવી પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ