બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / What if the hall ticket is lost? Will there be any arrangements for placing mobiles? Clear all confusion before board exam

કામની વાત / હૉલ ટિકિટ ખોવાઈ જાય તો શું? મોબાઈલ મૂકવાની કોઈ વ્યવસ્થા હશે? બોર્ડની પરીક્ષા પહેલા દૂર કરો તમામ કન્ફ્યુઝન

Megha

Last Updated: 11:59 AM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે, એવામાં પરીક્ષા માટે ફુલપુફ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સાથે જ ગેરરીતિ રોકવા પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ પણ કરાયા છે

  • રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે
  • બોર્ડની પરીક્ષા દરમિયાન 56 મેડિકલ ટીમને પણ તૈનાત રાખવામાં આવી
  • પરીક્ષાને લઈને હજુ પણ વિદ્યાર્થીઓના મનમાં ઘણી મૂંઝવણ હશે.. 

રાજ્યમાં 14 માર્ચથી એટલે કે આવતીકાલથી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ-10માં 9.50 લાખ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાથે જ ધોરણ-10ની પરીક્ષા માટે 958 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 525 તથા વિજ્ઞાન પ્રવાહમાં 140 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. 

10 અને 12 બોર્ડ પરીક્ષાની તમામ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે. નોંધનીય છે કે રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે, જેમાં સૌથી વધુ 1 લાખ 91 હજાર વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લાના આપશે. આ પરીક્ષા માટે  ફુલપુફ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ સાથે જ ગેરરીતિ રોકવા પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ પણ કરાયા છે. સાથે જ આ વખતે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની તબિયત બગડે તો એ માટે 56 મેડિકલ ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે. 

આવતીકાલથી શરૂ થતી આ પરીક્ષાને લઈને હજુ પણ વિદ્યાર્થીઓના મનમાં ઓરિજિનલ હોલ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું?, પરીક્ષા દરમિયાન મોબાઇલ ક્યાં રાખવા?, ચાલુ પરીક્ષાએ પાણી પીવા કે વોશરૂમ જવા દેશે કે કેમ?, જો પેપર વહેલું લખાઈ જાય તો વહેલા ઘેર જવા દેશે? આવા ઘણા પ્રશ્નો અને મૂંઝવણ હશે એવામાં આવે અમે તમારા દરેક મુંઝવણ દૂર કરવા જઈ રહ્યા છીએ. 

- ક્લાસરૂમની અંદર કઈ વસ્તુ લઈ જવા દે એ વિશે વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્ન છે તો જણાવી દઈએ કે ક્લાસરૂમની અંદર લખવા માટેનું સાહિત્ય જેમ કે પેન, પેન્સિલ, રબર સહિતની સ્ટેશનરી આઈટમો, હોલ ટિકિટ, સાદી ઘડિયાળ, પાણીની બોટલ, રૂમાલ, પાકીટ લઇ જઈ શકાય છે.

- આ સાથે જ ડિજિટલ ઘડિયાળ કે બ્લૂ ટૂથ સાથે કનેક્ટ હોય એવા કોઇપણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લાવવાની મનાઈ છે.

-વિદ્યાર્થીને અંદર મોબાઈલ લઈ જવા નહીં દેવામાં આવે, આ સાથે જ મોબાઈલ સાથે રાખવાની કે સ્કૂલમાં મૂકવાની કોઈ સુવિધા નથી.

-ઓરિજિનલ હોલ ટિકિટ ખોવાઈ જાય તો એવી સ્થિતિમાં હોલ ટિકિટની ઝેરોક્સમાં શાળા દ્વારા સહી-સિક્કા કરી પ્રમાણિત કરી આપએ છે. હોલ ટિકિટના અભાવે વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત નહીં રહે. 

- મહત્વનું છે પરીક્ષા સમયે ટાઈમ કેવી રીતે જાણવો એ માટે આ વાત જાણી લો કે લાંબો બેલ વાગે એટલે પરીક્ષા શરૂ અને દર અડધા કલાકે બેલ વગાડવામાં આવે છે. આ સાથે જ છેલ્લે 10 મિનિટની વાર હશે ત્યારે બેલ વાગશે. 

- બોર્ડનું પેપર ભલે વહેલું લખાઈ જાય પણ 3 કલાક કરતાં વહેલું પેપર પૂરું થાય તો વિદ્યાર્થીને વહેલું નહીં નીકળવા દેવામાં આવે. 

- કોઈ વખત પેપર લખતા સમયે ભૂલ થાય તેતો વિદ્યાર્થીએ માત્ર આડી લાઈન કરવી. જેથી પેપર ચેક કરનાર તે લાઈનને રદ ગણીને બાકીના પ્રશ્ન તપાસે. તેના માર્ક કપાતા નથી.

- પેપરમાં આપવામાં આવેલ ક્રમમાં જ જવાબ લખવા જોઈએ. 

- ચાલુ પરીક્ષાએ પાણી પીવાની છૂટ હોય છે અને વૉશરૂમ જવા માટે ખંડ નિરીક્ષકની રજા લઈને જવા દેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ