ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / West Indies Rusell hit 7 six in his inning against australia, Video

VIDEO / 6,0,4,6,6,6...રસેલે ઓસ્ટ્રેલિયાના બોલરોને ધોઈ માર્યા, 29 બોલમાં ફટકાર્યા તોફાની 71 રન

Published By: Vaidehi

Last Updated: 07:12 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટઈંડિઝનાં સુપર બેટર આંદ્રે રસેલે એક ઓવરમાં 4 છગ્ગાં અને પોતાની ઈંનિંગમાં કુલ 7 છગ્ગાં ફટકાર્યાં. જુઓ વીડિયો.

ADVERTISEMENT

  • વેસ્ટઈંડિઝ vs ઑસ્ટ્રેલિયા ટી20 ઈંટરનેશનલ મેચ
  • વેસ્ટઈંડિઝે તૃતીય મેચમાં 37 રનોથી જીત મેળવી
  • ખેલાડી રસેલે પોતાના મસલ પાવરથી લોકોનું મન જીત્યું

ઑસ્ટ્રેલિયા અને વેસ્ટઈંડિઝની વચ્ચે તૃતિય ટી20 ઈંટરનેશનલ મેચ પર્થમાં ચાલી રહી હતી. જ્યાં વેસ્ટઈંડીઝે પહેલાં બેટિંગ કરતાં 220/6નો સ્કોર બનાવ્યો હતો. જ્યારે સામે પક્ષે કાંગારુ ટીમ એટલે કે ઑસ્ટ્રેલિયા 183/5નો સ્કોર જ બનાવી શકી છે. આ મેચમાં ઑસ્ટ્રેલિયન ટીમને 37 રનોથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં વેસ્ટઈંડિઝનાં આંદ્રે રસેલે પોતાનો મસલ પાવર બતાવીને શાનદાર ઈનિંગ રમી. જુઓ વીડિયો.

71 રન બનાવ્યાં
વેસ્ટઈંડિઝનાં ધમાકેદાર બેટર રસેલે 29 બોલમાં 71 રન એકલાહાથે બનાવી લીધાં. પોતાનો મસલ પાવર બતાડતાં રસેલે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાં ફટકાર્યાં. તેમનાં આ શાનદાર પર્ફોર્મન્સનાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વખાણ થઈ રહ્યાં છે.

6 બોલમાં 28 રન
આ ઈનિંગ દરમિયાન રસેલનો સ્ટ્રાઈક રેટ 244.82નો રહ્યો જેમાં તેમનો મસલ પાવર જોઈને ઑસ્ટ્રેલિયાનાં બોલર્સનું મોઢું પહોળું જ રહી ગયું. રસેલે 19મી ઓવરમાં તો રોકેટ માફક પોતાનું બેટ ફરાવ્યું. એડમ જામ્પાની આ ઓવરમાં રસેલે 6,4,0,6,6,6 કુલ 28 રન બનાવી લીધાં.

શેરફેન રદરફોર્ડે પણ કર્યા કમાલ
રસેલનાં પીચ પર સાથીદાર શેરફેન રદરફોર્ડે પણ પોતાનું શાનદાર પર્ફોર્મન્સ આપ્યું. બંને ખેલાડીઓએ સાથે મળીને ઑસ્ટ્રેલિયાનાં બોલર્સને ધૂળ ચટાવી દીધી. શેરફેન રદરફોર્ડે આશરે 40 બોલમાં 67 રન ઠોકી દીધાં.

વધુ વાંચો: દેશના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું 95 વર્ષની વયે નિધન, વડોદરામાં લીધા અંતિમ શ્વાસ

ઑસ્ટ્રેલિયાએ ટી20 સીરીઝને 2-1નાં સ્કોરથી પોતાના નામ કર્યું. જ્યારે વનડે સીરીઝ 3-0થી જીતી લીધી. બંને દેશોની વચ્ચે ટેસ્ટ સીરીઝ 1-1 નાં સ્કોરથી સમાન રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Australia T20 International match West Indies ઑસ્ટ્રેલિયા ટી20 ઈંટરનેશનલ વેસ્ટ ઈન્ડીઝ andre rusell Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ