બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / india oldest test cricketer dattajirao gaekwad dies anshuman gaekwad father death tspo

ક્રિકેટ / દેશના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું 95 વર્ષની વયે નિધન, વડોદરામાં લીધા અંતિમ શ્વાસ

Dinesh

Last Updated: 05:54 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયવાડ 1959માં ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય ટીમની કપ્તાની કરી હતી., ડાબોડી આ બેસ્ટમેનએ છેલ્લી મેચ ચેન્નઈમાં પાકિસ્તાન સામે રમી હતી

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયવાડનું નિધન
  • દત્તાજીરાવ ગાયકવાડનું 95 વર્ષ 109 દિવસની ઉમંરે નિધન 
  • 1959માં ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય ટીમની કપ્તાની પણ કરી હતી


ભારતના સૌથી વધુ ઉમંર ધરાવતા ટેસ્ટ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયવાડ હવે નથી રહ્યાં. ઉમંર સંબંધી બિમારીઓના કારણે તેમનું મંગળવારે વડોદરા ખાતે તેમનું નિધન થયું છે. તેઓ ભારતના પૂર્વ સલામી બેસ્ટમેન અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા. તેમણે 95 વર્ષ અને 109 દિવસની ઉમંર બાદ અંતિમ શ્વાસ લીધા છે. 

દત્તાજીરાવ ગાયવાડનું નિધન
પરિવારના સૂત્રોએ એક ન્યૂઝ એજન્સીની વાતચીતમાં જણાવ્યું હતું કે, 12 દિવસથી વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતા, જેઓએ આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે 1952 અને 1961માં ભારત માટે 11 ટેસ્ટ ક્રિકેટ રમી હતી. તેમણે 1959માં ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય ટીમની કપ્તાની પણ કરી હતી.  ડાબોડી આ બેસ્ટમેનએ છેલ્લી મેચ ચેન્નઈમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમી હતી. 

5788 રન બનાવ્યા
અત્રે જણાવીએ કે, ગાયવાડે રણજી ટ્રોફિમાં 1947 અને 1961 સુધી વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યો હતો. ગાયકવાડે ઓવર ઓલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 36.40ની રનરેટથી 5788 રન બનાવ્યા હતા. જેમાં 17 શતક સામેલ છે.  બીસીસીઆઈએ ભારતના પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયવાડના નિધન  પર દુખ વ્યક્ત કર્યો હતો. BCCIએ લખ્યુ હતું કે, તેમણે 11 ટેસ્ટ રમી હતી અએને 1959માં ભારતના ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કેપ્ટનશીપ કરી હતી. તેમની કપ્તાનીમાં વડોદરાએ 1957-58માં ફાઈનલમાં સર્વિસેજને હરાવી રણજી ટ્રોફિ જીતી હતી. 

વિશ્વનો સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર 
1. રોનાલ્ડ ડ્રેપર (દક્ષિણ આફ્રિકા) - ઉંમર 97 વર્ષ 51 દિવસ*
2. નીલ હાર્વે (ઓસ્ટ્રેલિયા) - ઉંમર 95 વર્ષ 128 દિવસ
દત્તાજીરાવ ગાયકવાડ (ભારત) - ઉંમર 95 વર્ષ 109 દિવસ (મૃત્ય થયું) 
3. ટ્રેવર મેકમોહન (ન્યૂઝીલેન્ડ) ) - ઉંમર 94 વર્ષ 97 દિવસ 
4. વઝીર મોહમ્મદ (પાકિસ્તાન) - ઉંમર 94 વર્ષ 53 દિવસ 
5. સીડી ગોપીનાથ (ભારત) - ઉંમર 93 વર્ષ 349 દિવસ 

આપને જણાવીએ કે, 13 ફેબ્રુઆરી 2024ના આંકડા મુજબ, દત્તાજીરાવ ગાયકવાડ સિવાય બધા જીવિત છે  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ