ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / west-bengal-election-results-2021-kangana-ranaut-taunted-on-mamata-banerjee-said-bjp-will-rise-again

ટ્વિટર / બંગાળમાં મમતા વિજયની ભવ્ય 'હેટ્રિક' તરફ, ત્યારે જુઓ કંગના રનૌતે વિડીયો શેર કરીને શું કહ્યું?

Published By: Nirav

Last Updated: 05:55 PM, 2 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મમતા બેનરજીએ આજે બંગાળ ફરીથી વધુ એકવાર જીતી લીધું છે, હવે તેઓ સરકાર બનાવવાની બાબતમાં હેટ્રિક મારવા જઈ રહ્યા છે, ત્યારે ભાજપ સહિતના ઘણા નેતાઓ પણ તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી કંગનાએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ADVERTISEMENT

  • કંગના રાનુયાતે કર્યું ભાજપનું સમર્થન 
  • ભાજપ ફરીથી વાપસી કરશે
  • ભાજપને એકવાર હરાવનારા ખુશ થઈ જાઓ : કંગના 

બંગાળમાં આજે ચૂંટણી પરિણામો આવી રહ્યા છે, અત્યાર સુધીના ટ્રેન્ડસમાં જ્યાં 200થી પણ વધુ બેઠકો પર TMC લીડ બનાવી ચૂકી છે, ભાજપ 75-85ની વચ્ચે સીટો પર લીડ કરી રહ્યું છે, અહીં બધાજ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે, અને પીએમ મોદી તેમજ ગૃહમંત્રી શાહની મેજિક જોડીએ ભાજપની સીટો તો વધારી આપી પણ સરકાર બનાવવામાં અને મમતા બેનરજીના પગ ઉખાડવામાં નિષ્ફળ રહ્યા છે, આ મામલે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પ્રતિક્રિય આપતા કહ્યું છે કે ભાજપની હાર જરૂર થઈ છે, પણ ખુશી મનાવી લો કેમ કે ભાજપ જરૂરથી વાપસી કરશે. 

કંગનાએ વિડીયો શેર કર્યો 

કંગનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીયો શેર  કર્યો છે કે જેમાં હાઈનાનું એક ઝૂંડ એક સિંહની તરફથી ઝડપથી વળી રહ્યું છે, પરંતુ સિંહની ગર્જના સાંભળીને ફરીથી પાછું જતું રહે છે, આ વિડીયો પર કંગનાએ લખ્યું છે કે જુઓ હવે શું થઈ રહ્યું છે, ભાજપે દરેક જગ્યાએ સારું પર્ફોર્મન્સ આપ્યું, પણ એક લાંબા સમય પછી તેમને ભાજપને એક ખૂણો દેખાડી દેવાની તક મળી છે, ખુશી મનાવો, પણ યાદ રાખજો કે ભાજપ જલ્દીથી જ સત્તામાં વાપસી કરશે. 

એકબાજુ કંગનાએ આ તવત કર્યું જો કે તેને રીએક્શન પણ મળી રહ્યા છે, કોંગ્રેસ નેતા સની મહેતાએ લખ્યું કે એવું લાગી રહ્યું છે કે એકબાજુ ભાજપ, ED,CBI,EC,મીડિયા, કંગના એનએ એકબાજુ માત્ર મમતા બેનરજી. 

એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા

મહત્વનું છે કે આ ચૂંટણીમાં મમતા બેનરજી અને ભાજપની વચ્ચે મજબૂત હરીફાઈ દેખાય તેવા એક્ઝિટ પોલસ સામે આવ્યા હતા, જો કે બધાને ખોટા પાડીને સતત ત્રીજી વાર તેઓ સત્તામાં વાપસી કરી રહ્યા છે, અને બીજી વાર 200થી વધુ સીટો મેળવી શકે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે ભાજપના સૌથી મજબૂત પૈકીનાં એક કહેવાતા એવા શુભેન્દુ અધિકારીને તેમના જ ગઢ નંદીગ્રામથી મમતા બેનરજીએ હરાવી દીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Kangana Ranaut West Bengal Results bollywood actress કંગના રનૌત Twitter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ