બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / We're Not Selling Anything in Domestic Market. We've Been Obtaining Raw Materials from

ગામ્બિયા કેસ / કફ સીરપથી બાળકોના મોતનો મામલો, બનાવનાર કંપની આવી સામે, હવે કર્યો આવો ખુલાસો

Hiralal

Last Updated: 09:11 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આફ્રિકી દેશ ગામ્બિયામાં જે કંપનીના કફ સીરપથી બાળકોના મોત થયા હોવાનું કહેવાય છે તે કંપનીનો હવે જવાબ સામે આવ્યો છે.

  • હરિયાણાના સોનિપતની મેઈડન ફાર્મા. લિમિટેડનો આવ્યો જવાબ
  • અમે ડોમેસ્કિટક માર્કેટમાં કંઈ વેચતા નથી
  • પ્રમાણિત કંપનીઓ પાસેથી કાચો માલ ખરીદીએ છીએ
  • મેઈડનની કફ સિરપને કારણે ગામ્બિયામાં બાળકોના મોત થયા હોવાનો આરોપ 

આફ્રિકી દેશ ગામ્બિયામાં ભારતીય કંપનીના ચાર કફ સીરપને કારણે થયેલા બાળકોના મોતનો મુદ્દો ઈન્ટરનેશનલ સ્તરે ચગ્યો છે. કેન્દ્ર સરકાર પણ કહી ચૂકી છે કે ભારતમાં આ ચાર કફ સીરપ ક્યાંય વેચાઈ નથી હવે આ કફ સીરપ બનાવનાર કંપની હરિયાણાના સોનિપતની મેઈડન ફાર્મા. લિમિટેડનો જવાબ સામે આવ્યો છે. 

શું કહ્યું કંપનીએ 
મેઈડને કહ્યું કે અમે ડોમેસ્ટીક માર્કેટમાં કંઈ પણ વેચતા નથી. અમે પ્રમાણિત અને માન્ય કંપની પાસેથી કાચો માલ ખરીદીએ છીએ. CDSCO અધિકારીઓએ સેમ્પલ લીધા છે અને અમે રીઝલ્ટની પ્રતિક્ષામાં છીએ. 

આફ્રિકી દેશ ગામ્બિયામાં ચાર ભારતીય કફ સીરપ પીધા બાદ 66 બાળકોના મોત થયા હતા જે પછી વિશ્વ આરોગ્ય સંગઠને ભારતીય કફ સીરપ પર એલર્ટ જારી કર્યું હતું. WHOના એલર્ટ પર ભારતીય આરોગ્ય મંત્રાલયનો જવાબ આવ્યો છે.  આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ચાર કફ સીરપ ભારતમાં ક્યાંય પણ વેચાયા નથી. મેન્યુફેક્ચરિંગ કંપનીને ફકત ચાર કફ સીરપની નિકાસનો અધિકાર અપાયો છે, ભારતમાં ક્યાંય પણ આ કફ સીરપનું વિતરણ કરાયું નથી. 

ચાર ભારતીય કફ સીરપને ફક્ત નિકાસની પરમિશન 
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, "સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મેઇડન ફાર્માસ્યુટિકલ લિમિટેડ લાઈસન્સ પ્રાપ્ત છે જે પ્રોમેથાઝાઇન ઓરલ સોલ્યુશન બીપી, કોફેક્ઝનાલિન બેબી કફ સીરપ, મકોફ બેબી કફ સીરપ અને મેગ્રીપ એન કોલ્ડ સીરપ તૈયાર કરવાનો અધિકાર ધરાવે છે. આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીએ આ ઉત્પાદનો તૈયાર કર્યા છે અને માત્ર ગામ્બિયામાં જ નિકાસ કરી છે. ગામ્બિયામાં જે કફ સીરપની નિકાસ કરવામાં આવી હતી તે ભારતમાં ક્યાંય વેચાઇ નથી અથવા વહેંચવામાં આવી નથી.

લિસ્ટમાં આ દવાઓનું નામ 
WHOએ પ્રોમેથાજિન ઓરલ સોલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સિરપ, મકૉફ બેબી કફ સિરપ અને મૈગ્રીપ એન કોલ્ડ સિરપને ખરાબ દવાઓની લિસ્ટનાં રૂપમાં લખાયું છે. કારણકે તેમાં ડાયથાયલીન ગ્લાઇકોલ અને એથિલીન ગ્લાઇકોલની અસ્વીકાર્ય માત્રા છે. મેડેન ફાર્માસ્યૂટિકલ્સનાં એક વરિષ્ઠ કાર્યકારીએ કહ્યું કે કંપની ગામ્બિયામાં પોતાના ખરીદદારથી બાળકોનાં મૃત્યુ સંબંધિત ડિટેલ્સ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ