બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Weather expert Paresh Goswami predicts that monsoon will settle in Gujarat in the next 36 hours

અણસાર / 36 કલાકમાં બેસી જશે ચોમાસું, આ તારીખોમાં પડશે અતિભારે વરસાદ: જાણો પરેશ ગોસ્વામીએ હવામાનને લઈને શું કરી આગાહી

Kishor

Last Updated: 04:42 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી 36 કલાકમાં ચોમાસું બેસી જાય અને ધોધમાર વરસાદનું આગમન થાય તે મામલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.

  • વરસાદને લઇ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વાની આગાહી  
  • 24 થી 36 કલાકમાં રાજ્યમાં ચોમાસુ બેસી શકે છે : પરેશ ગોસ્વામી 
  • 26 થી 30 જુનમાં રાજ્યામાં ભારે વરસાદની આગાહી : પરેશ ગોસ્વામી 

રાજ્યમાં વાદળછાયા વાતાવરણને કારણે ગરમી અને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યામાં ધોધમાર વરસાદ પડતાં ધરતી પુત્રોએ અખાત્રીજનું વાવણીનું મુહુર્ત પણ સાચવી લીધું છે. જો કે હવે ખેડૂતો કાગડોળે ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે જૂનાગઢના હવામન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. જે ખેડૂતો માટે રાહતરૂપ છે. તેઓએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. 

24થી 36 કલાકમાં જ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ શરૂ થઇ જશે

પ્રાપ્ત વિગત મુખ્ય જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઇને વરતારો કર્યો છે. તેઓએ જણાવ્યું કે રાજ્યમાં આગામી 24થી 36 કલાકમાં જ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ શરૂ થઇ જશે. આ દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડશે. ખાસ કરીને 26થી 30 જુન દરમિયાન દક્ષિણ અને મુધ્ય ગુજરાતમાં મેઘરાજા રીતસર ધમરોળશે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને વરસાદ માટે રાહ જોવી પડશે, છૂટાછવાયા વરસાદ સિવાય આ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડવાની શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે. 

અનેક રાજ્યોમાં વરસાદની આગમન

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાનાં આગમનના એંધાણને લઈને કે રાજ્યમાં ભાવનગર, વડોદરા, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના અનેક સ્થળોએ શુક્રવાર સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં ભારેથી અતિભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઇ ગયા છે અને રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ