બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / Wear Rudraksha to get Lakshmi. Know the miraculous benefits of Ekmukhi to Panchmukhi Rudraksha

ચમત્કારી ફાયદા / ધન-વૈભવ, સફળતા માટે કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ: જાણો તમામ પ્રકારના રુદ્રાક્ષના લાભ

Pravin Joshi

Last Updated: 09:33 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે. શિવની કૃપા મેળવવા અને ધનની વર્ષા કરવા માટે રૂદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. અહીં જાણો અલગ-અલગ રુદ્રાક્ષના ચમત્કારી ફાયદા.

  • શાસ્ત્રો અનુસાર રૂદ્રાક્ષની ઉત્પત્તિ શિવના આંસુમાંથી થઈ 
  • રુદ્રાક્ષની આપણા જીવન પર ખુબ જ ઊંડી અસર પડે છે
  • રૂદ્રાક્ષની શ્રેણી એક મુખીથી લઈને એકવીસ મુખી સુધી હોય 
  • વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તેના જીવનમાંથી ભય સમાપ્ત થાય 

સનાતન ધર્મમાં રૂદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. રુદ્રાક્ષ એ કુદરત દ્વારા વરદાન સ્વરૂપે આપેલું એકમાત્ર ફળ છે.જે અર્થ, ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિમાં ફાયદાકારક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર રૂદ્રાક્ષની ઉત્પત્તિ શિવના આંસુમાંથી થઈ છે. રુદ્રાક્ષની આપણા જીવન પર ઊંડી અસર પડે છે. વિવિધ મનોકામનાઓની પૂર્તિ માટે વિવિધ પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. રૂદ્રાક્ષની શ્રેણી એક મુખીથી લઈને એકવીસ મુખી સુધી હોય છે. પરંતુ જાણકારીના અભાવે લોકો કોઈ પણ જાતની જાણકારી વગર કોઈપણ રુદ્રાક્ષ ધારણ કરે છે. જો રુદ્રાક્ષ અસલી હોય અને તેને યોગ્ય રીતે પહેરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ વ્યાપી જાય છે. ધનનો ભંડાર ભરાઈ જાય છે અને જીવનમાં અપાર સફળતા મળે છે. જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તેના જીવનમાંથી ભય સમાપ્ત થાય છે. અલગ-અલગ સંખ્યાના મુખવાળા રૂદ્રાક્ષના અલગ-અલગ ફાયદા છે.

જાણો કોણ કરી શકે છે એક મુખી રૂદ્રાક્ષને ધારણ, ચમત્કારી છે ફાયદા, થશે  મોક્ષની પ્રાપ્તી | Ek Mukhi Rudraksha Benefits

એક મુખી રુદ્રાક્ષ 

એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, આંખો અથવા હાડકાં સંબંધિત શારીરિક સમસ્યાઓ માટે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો. એક મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના જીવનમાં આત્મવિશ્વાસ વધે છે. જેના કારણે તે સારા નિર્ણય લેવામાં સક્ષમ બને છે.

know-when-not-to-wear-rudraksh-mala

બે મુખી રુદ્રાક્ષ 

જે લોકો માનસિક રીતે નબળા અને પરેશાન હોય તેમણે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. બે મુખી રુદ્રાક્ષ કુંડળીમાં ચંદ્રને બળવાન બનાવે છે. જેના કારણે વ્યક્તિને માનસિક શાંતિ મળે છે.

આ રીતે કરો રુદ્રાક્ષની સાચી પરખઃ મહાદેવને ‌છે અત્યંત પ્રિય | Rudraksh Lord  Shiva very like

ત્રણ મુખી રુદ્રાક્ષ 

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના મંગળને બળવાન કરવા માટે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. જેના કારણે શારીરિક શક્તિ પણ વધે છે અને ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળે છે.

આ રીતે કરો રુદ્રાક્ષની સાચી પરખઃ મહાદેવને ‌છે અત્યંત પ્રિય | Rudraksh Lord  Shiva very like

ચાર મુખી રુદ્રાક્ષ 

એવું માનવામાં આવે છે કે ચાર મુખવાળા રુદ્રાક્ષ ભગવાન બ્રહ્માનું સ્વરૂપ છે. જ્ઞાન અને બુદ્ધિમાં વધારો કરવાની સાથે તે મનુષ્યને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ પ્રદાન કરે છે. બુધ નબળો હોય ત્યારે ચારમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

જાણો રુદ્રાક્ષની ઉત્પત્તિ કેમ થઇ, તેને ધારણ કરવાથી આટલા ભાગવાનની કૃપા  વરસાવશે | wear rudraksh in shravan mas amavasya or poonam you will bless  with shiv visnu brahma

પંચમુખી રુદ્રાક્ષ 

જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય મેળવવા માટે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે અને ગુરુ તમારી રાશિમાં બળવાન બનશે. જ્યારે ગુરુ ગ્રહ બળવાન હોય છે, ત્યારે વ્યક્તિના જીવનમાંથી તણાવ દૂર થાય છે અને તેને બાળકોની ખુશી માટે પણ સમય મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ