બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / 'We didn't beg Mamata...' Adhir Ranjan Choudhary angry after being offered 2 seats in West Bengal

ડખો.. / 'અમે અમારા દમ પર ચૂંટણી...', પશ્ચિમ બંગાળમાં સીટોની ઑફર પર ભડક્યાં અધીર રંજન ચૌધરી

Pravin Joshi

Last Updated: 02:58 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકમાં સીટોની વહેંચણીને લઈને મતભેદ ઉભો થવા લાગ્યો છે. કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને બે બેઠકો આપવા પર નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીનું નામ લઈને પ્રહારો કર્યા છે.

  • INDIA ગઠબંધનમાં ફરી ઘમાસાન થવાના એંધાણ
  • કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં 2 સીટોની ઓફર 
  • અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું 

INDIA ગઠબંધનમાં ફરી ઘમાસાન જોવા મળી રહ્યું છે. સીટ શેરિંગ પર સંકલન પહેલા જ વિવાદના સમાચાર આવવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે મમતા બેનર્જી ગઠબંધન નથી ઈચ્છતા. તે મોદીની સેવામાં વ્યસ્ત છે. બુધવારે સૂત્રોએ જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ગઠબંધન ભાગીદાર કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં માત્ર બે લોકસભા બેઠકો પર ચૂંટણી લડાવવાનો પ્રયાસ કર્યો છે. સૂત્રોએ એ પણ જણાવ્યું હતું કે 2019ની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ રાજ્યમાં 43 ટકા વોટ મેળવ્યા હતા અને 22 સીટો જીતી હતી. આવી સ્થિતિમાં ટીએમસી ઇચ્છે છે કે બંગાળમાં તે પ્રભાવશાળી પક્ષ છે અને તેને સીટ વહેંચણી અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવે.

દીદી અને કેજરીવાલ માનવા તૈયાર નહીં, ઉદ્ધવ ઠાકરેએ પણ બતાવ્યા તેવર! INDIA  ગઠબંધને કોંગ્રેસ માટે ઊભું કર્યું ટેન્શન | AAP and Mamata Banerjee will  fight the elections ...

કોંગ્રેસે ટીએમસીની આ ફોર્મ્યુલા સામે સખત વાંધો વ્યક્ત કર્યો 

ગુરુવારે કોંગ્રેસે ટીએમસીની આ ફોર્મ્યુલા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું, મને ખબર નથી કે મમતા પાસેથી કોણે ભીખ માંગી છે. અમે કંઈપણ માટે ભીખ માંગી નથી. મમતા પોતે કહી રહી છે કે તે ગઠબંધન ઈચ્છે છે. અમને મમતાની દયાની જરૂર નથી. અમે પોતાના દમ પર ચૂંટણી લડી શકીએ છીએ. અધીર રંજને વધુમાં કહ્યું કે, વાસ્તવમાં મમતા બિલકુલ ગઠબંધન ઈચ્છતી નથી. તેમણે ટોણો મારતા કહ્યું કે, મમતા મોદીની સેવા કરવામાં લાગેલી છે.

INDIA ગઠબંધનના શેખચલ્લીના સપનાં ! જીત પહેલા PMના નામ પર મોટો ડખો, નીતિશ-લાલુએ  ચાલતી પકડી I Rift in INDIA alliance? Nitish, Lalu angry over Kharge's name  as PM candidate, storm out of

પાછલા ચૂંટણી પરિણામો પર આધારિત બેઠકની ફોર્મ્યુલા

સૂત્રોનું કહેવું છે કે સીટ વહેંચણીની સંખ્યા સ્પષ્ટ ફોર્મ્યુલા પર આધારિત છે, જેમાં સંસદીય ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું મૂલ્યાંકન સામેલ છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તમામ 42 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર બે બેઠકો જ જીતી શકી હતી, માલદા દક્ષિણ અને બેરહામપુર. સૌથી જૂની પાર્ટીને માત્ર 5.67 ટકા વોટ મળ્યા, જે CPI(M) કરતા પણ ઓછા છે. CPI(M)ને 6.33 ટકા વોટ મળ્યા છે.

વાંચવા જેવું : 'આમ કેમ ચાલશે?' INDIA ગઠબંધનના સંયોજક પદ પર ફરી સસ્પેન્સ, ઉદ્ધવ ઠાકરેએ ઘુમાવ્યો નીતિશકુમારને ફોન

નારાજ નીતિશ કુમારને મનાવવા INDIA ગઠબંધનમાં મોટું પદ આપી શકે છે કોંગ્રેસ,  2024ની ચૂંટણી પહેલા ફરી ખેંચતાણથી બચવા થઈ શકે છે મોટું એલાન / Big ...

મમતા ખડગેને વિપક્ષનો પીએમ ચહેરો બનાવવા માગે છે

અગાઉ 19 ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સની ચોથી બેઠક યોજાઈ હતી. તેમાં ટીએમસીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયા બ્લોકનો પીએમ ચહેરો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ટેકો આપ્યો હતો. જોકે આ દરખાસ્ત આગળ વધી શકી નથી. સૂત્રોએ જણાવ્યું કે ટીએમસી માને છે કે દલિત સમુદાયમાંથી આવતા ખડગે વધુ સારો વિકલ્પ છે. તે 58 સીટો પર પ્રભાવ પાડી શકે છે. જોકે, પાછળથી એવા અહેવાલો આવ્યા કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મમતાના પ્રસ્તાવથી નારાજ છે. બાદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નીતિશ સાથે ફોન પર વાત કરી હતી. હવે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસે નીતિશને સંયોજક બનાવવાની પહેલ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ