બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / Water Crises in Bhavnagar 6 out of 13 dams empty

ખેડૂતો ત્રાહિમામ / ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર: ભાવનગરના 6 ડેમો તળિયા ઝાટક, ખેડૂતોએ કરી આ માંગ

Dinesh

Last Updated: 11:20 AM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની શરૂઆતમાં જ ભાવનગર જિલ્લામાં 13 ડેમોમાંથી 6 ડેમ તળિયા ઝાટક થઈ જતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠતા ખેડૂતોએ ડેમને સૌની યોજના સાથે જોડવા માટેની માંગ કરી છે.

  • ભાવનગર જિલ્લાના 6 ડેમો તળિયા ઝાટક
  • પાણીનો 30થી 40 ટકા જેટલો જ જથ્થો બાકી
  • સૌની યોજનાનો લાભ આપવા ખેડૂતોની માંગ

દર વર્ષની જેમ આ વર્ષે પણ થશે પાણીની પારાયણ!
ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પારાયણ થશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. રાજ્યના ડેમમાં જળસ્તર નીચા જઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં 13 ડેમોમાંથી 6 ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. બાકીના અન્ય ડેમમાં પાણીનો 30 ટકા જેટલો જ જથ્થો બચ્યો છે. આ કારણોસર ખેડૂતોએ સરકાર પાસે જે ડેમ સૌની યોજના સાથે જોડાયેલ તે ડેમને સૌની યોજના સાથે જોડવા માટે માંગ કરી છે.


ડેમમાં પાણીનો સીમિત જથ્થો જ બાકી 
ભાવનગરના શેત્રુંજ્ય ડેમમાં પાણીનો 50 ટકા જથ્થો બાકી રહ્યો છે. આ શેત્રુંજ્ય જળસિંચાઈ યોજના ભાવનગર જિલ્લાની આધારભૂત યોજના છે. શેત્રુંજ્ય ડેમનું જળસ્તર ચિંતાનું કારણ બન્યું નથી, પરંતુ 12 જેટલા ડેમમાં પાણીનો 30 ટકા જથ્થો જ બચ્યો છે, આ કારણોસર ખેડૂતોમાં ઉનાળુ પાકની વાવણી માટે ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ નાગરિકોમાં પાણી બાબતે ચિંતા ઊભી થઈ છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો 6 જેટલા ડેમ સંપૂર્ણપણે ભરાયા ન હતા, જેથી આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ આ ડેમ ખાલી થઈ ગયા છે. અન્ય ડેમમાં પાણીનો સીમિત જથ્થો જ બાકી રહ્યો છે, જે થોડા દિવસ સુધી જ ચાલી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો અને નાગરિકોએ ખાલી થયેલ ડેમને સૌની યોજના સાથે જોડીને તેમાં પાણી ઠાલવવાની માંગ કરી છે.

Bhavnagar News: દર વખતની જેમ આ વખતે પણ ઊનાળામાં પાણીની પળોજણ સર્જાશે તે  નક્કી છે | VTV Gujarati - YouTube


મોટાભાગના ગામડાઓમાં સિંચાઈ આધારિત ખેતી
ભાવનગર જિલ્લામાં કુલ 13 ડેમ આવેલા છે. શેત્રુંજ્ય ડેમ અનેક વાર ઓવરફ્લો થયો હતો, પરંતુ અન્ય ડેમ સંપૂર્ણપણે ભરાઈ શક્યા નથી. ખરો ડેમ, બગડ ડેમ, રોજકી ડેમ, રંઘોળા ડેમમાં પાણીનો 30 થી 40 ટકા જેટલો જ જથ્થો બાકી છે. બીજીબાજુ પીંગળી ડેમ, હણોલ ડેમ, જસપરા માંડવા ડેમ, લાખણકા ડેમ અને હમીરપર ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં મોટાભાગના ગામડાઓમાં સિંચાઈ આધારિત ખેતી કરવામાં આવે છે, તો કેટલાક ગામડાઓમાં વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે.  ભાવનગર જિલ્લાના મોટાભાગના ડેમ સૌની યોજના સાથે જોડાયેલા નથી, જેથી ઉનાળો આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ બાબતે સિંચાઈ યોજના સાથે જોડાયેલા અધિકારીઓ જણાવી રહ્યા છે કે, જે ડેમ સૌની યોજના સાથે જોડાયેલ નથી તે ડેમને સૌની યોજના સાથે જોડવા માટેનું કામ ચાલું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ