બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / wasim Rizvi former chairman of shia waqf board will accept hindu religion leaving islam

ઘરવાપસી / આજે શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રીઝવી ઇસ્લામ છોડી હિન્દુ ધર્મ અપનાવશે, ઇસ્લામ અંગે શું કહ્યું જુઓ

Mayur

Last Updated: 08:57 AM, 6 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રીઝવી આજે ઇસ્લામ છોડી હિન્દુ ધર્મ અંગીકાર કરશે. અગાઉ તેઓએ સુપ્રીમમાં કુરાનની આયાતોને લઈને અરજી કરી હતી.

  • વસીમ રિઝવી આજે હિન્દુ ધર્મ સ્વીકારશે
  • શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ
  • રિઝવીના પુસ્તકને લઈને વિવાદ

શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી આજે સોમવારે ઈસ્લામ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવા જઈ રહ્યા છે. 

કુરાનની કલમો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર વસીમ રિઝવી આજે હિન્દુ ધર્મ સ્વીકારશે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા શિવશક્તિ ધામના દશના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ વસીમ રિઝવીને સનાતન ધર્મ સ્વીકાર કરાવશે.

વસીમ રિઝવી આજે હિન્દુ ધર્મ સ્વીકારશે
જણાવી દઈએ કે વસીમ રિઝવી ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે કુરાનની આયતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ અનેક લઘુમતી સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. 

આ પછી વસીમ રિઝવીના પુસ્તકને લઈને ઘણો વિવાદ થયો હતો. વસીમ રિઝવી આજે સવારે 10.30 કલાકે ગાઝિયાબાદના દશના દેવી મંદિરમાં હિન્દુ ધર્મ સ્વીકારશે.

There's no difference between Abu Bakr-al Baghdadi and Owaisi today: Wasim  Rizvi

વસીમ રિઝવીની મરજી
થોડા સમય પહેલા વસીમ રિઝવીએ પણ પોતાની વસિયતમાં લખ્યું હતું કે મૃત્યુ બાદ તેમને દફનાવવાના બદલે હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. જોકે, મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે તેને ઈસ્લામ અને શિયા સાથે કોઈ લેવાદેવા નથી.

કટ્ટરપંથીઓએ વસીમ રિઝવીને આપી ધમકી
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા વસીમ રિઝવીએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તેઓને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કટ્ટરવાદીઓ તેની ગરદન કાપવા માંગે છે. તેણે કુરાનની 26 આયતો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, તેથી જ આવું કરવામાં આવી રહ્યું છે. તેમને મારી નાખવાની જાહેરાત કરવામાં આવી છે.

ANI UP on Twitter: "Muslims should stop eating beef. Killing of cows should  stop. Meat of cows is 'haram' in Islam as well. You can't stop mob  lynching, security can't be deployed

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે તે લોકો કહે છે કે તેઓ તેમને કબ્રસ્તાનમાં દફનાવવા માટે જગ્યા નહીં આપે. એટલા માટે તેમણે કહ્યું છે કે તેમના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. માત્ર મહંત યતિ નરસિમ્હાનંદ ગિરી મહારાજે જ તેમની ચિતાને અગ્નિદાહ આપવો જોઈએ એવો તેમણે આગ્રહ કર્યો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ