ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / વોશિંગ્ટનની હોટલમાં ફાયરિંગ, મેજની નીચે છુપાયા ટ્રમ્પ, ડરી ગઈ મેલાનિયા

વર્લ્ડ / વોશિંગ્ટનની હોટલમાં ફાયરિંગ, મેજની નીચે છુપાયા ટ્રમ્પ, ડરી ગઈ મેલાનિયા

Published By: Jinal Chauhan

Last Updated: 09:12 AM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં થયેલી ગોળીબારની ઘટનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ અને ઉપ-રાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. ગોળીબારનો અવાજ સાંભળતાં જ સુરક્ષા દળોએ તરત જ ડોનાલ્ડ ટ્રમ્પને ટેબલ નીચે છુપાવી દીધા અને તમામ અધિકારીઓને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા.

ADVERTISEMENT

વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં થયેલી ગોળીબારની ઘટનાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ હોટલમાં ટ્રમ્પ સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ, ઉપ-રાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને તેમની પત્ની પણ હાજર હતા. ગોળીબાર થયા બાદ સુરક્ષા દળોએ તરત જ ટ્રમ્પને ટેબલ નીચે છુપાવી દીધા અને તેમને તથા અન્ય લોકોને કોઈ રીતે સુરક્ષિત રીતે બહાર લઈ ગયા.

વાસ્તવમાં હિલ્ટન હોટેલમાં “વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડેન્ટ્સ ડિનર” થવાનું હતું. તે સમયે હોટેલમાં 2600થી વધુ લોકો હાજર હતા. હોટલમાંથી કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં ગોળીબારના અવાજ સાંભળવા મળે છે. આ ઘટનાના કારણે હોટેલમાં ભારે અફરાતફરી મચી ગઈ. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે. સાક્ષીઓ અને સોશિયલ મીડિયા પરના વિડિયોમાં દેખાય છે કે ગોળીબારનો અવાજ સાંભળતા જ સિક્રેટ સર્વિસના જવાનો તરત જ સક્રિય થઈ ગયા. તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મંચ પરથી નીચે ઉતારીને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. સાથે જ સુરક્ષા દળોએ SOS લાઇટ દ્વારા મહેમાનોને પણ ચેતવણી આપી હતી.

જીવ બચાવવા ટેબલ નીચે છુપાયા

ફાયરિંગનો અવાજ ડિનર હોલની બરાબર ઉપરના રૂમમાંથી આવ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે મેલાનિયા ટ્રમ્પ ભીડમાં કંઈક જોઈને ચિંતિત અને ગભરાયેલા દેખાતા હતા. જ્યારે ગોળીબારનો અવાજ આવ્યો ત્યારે હોલમાં હાજર લગભગ બધા મહેમાનોમાં ભાગદોડ મચી ગઈ. ઘણા લોકો જીવ બચાવવા માટે ટેબલ નીચે છુપાઈ ગયા. હોટેલના કર્મચારીઓ અને વેટર્સ પણ બહારની તરફ ભાગતા જોવા મળ્યા.

મેલેનિયા ટ્રમ્પનું રિએક્શન

ફાયરિંગનો અવાજ ડિનર હોલની બરાબર ઉપરના રૂમમાંથી આવ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે મેલાનિયા ટ્રમ્પ ભીડમાં કંઈક જોઈને ચિંતિત અને ગભરાયેલા દેખાતા હતા. જ્યારે ગોળીબારનો અવાજ આવ્યો ત્યારે હોલમાં હાજર લગભગ બધા મહેમાનોમાં ભાગદોડ મચી ગઈ. ઘણા લોકો પોતાની જાન બચાવવા માટે ટેબલ નીચે છુપાઈ ગયા. હોટેલના કર્મચારીઓ અને વેટર્સ પણ બહારની તરફ ભાગતા જોવા મળ્યા.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ અમેરિકાના વોશિંગ્ટનમાં હોટલમાં અંધાધુંધ ગોળીબાર, ડિનરમાં સામેલ થવાના હતા ટ્રમ્પ

હોટેલમાં 4 થી 6 જોરદાર ધડાકાની અવાજ સાંભળાયા હતા. ટ્રમ્પના એક સહાયકે જણાવ્યું કે રાષ્ટ્રપતિ સુરક્ષિત છે. આ ઘટનાના પછી ટ્રમ્પે ફરીથી ડિનર આયોજિત કરવાની જાહેરાત કરી છે. એક સાક્ષીના જણાવ્યા પ્રમાણે ડિનરમાં હાજર ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. સુરક્ષા કર્મચારીઓએ જે.ડી. વેન્સ, આર.એફ.કે. જુનિયર, ડગ બર્ગમ અને માર્કો રૂબિયોને જમીન પર સૂઈ જવા કહ્યું અને પછી તેમને સુરક્ષિત રીતે બહાર લઈ ગયા.કેબિનેટના અન્ય મંત્રીઓને પણ હોટેલમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Melania Trump reaction Washington hotel firing Trump security incident

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ