બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:47 AM, 26 April 2026
વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલા વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબારીની ઘટના બની. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સિક્રેટ સર્વિસ તરત જ મંચ પરથી સુરક્ષિત રીતે બહાર લઈ ગયા. હોટલમાં અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને હુમલાખોરને પકડી પાડ્યો છે.
ADVERTISEMENT
અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે વ્હાઇટ હાઉસ પત્રકાર ભોજન કાર્યક્રમ દરમિયાન ગોળીઓના અવાજ સંભળાયા. વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં યોજાયેલા આ મહત્વના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહેવાના હતા. આ ઘટનાને સુરક્ષામાં મોટી ખામી માનવામાં આવી રહી છે. ઘટના પછી હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ ચાલુ છે.
#WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event.
— ANI (@ANI) April 26, 2026
(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Ulm93FCTM1
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં ટ્રમ્પ સાથે ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ હાજર હતા. યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું કે ટ્રમ્પ, જેડી વેન્સ, મેલાનિયા ટ્રમ્પ અને આખી કેબિનેટને તરત જ ત્યાંથી સુરક્ષિત રીતે બહાર લઈ જવાયા હતા અને બધા સુરક્ષિત છે.
ગોળીબાર બૉલરૂમના ઉપર આવેલા રૂમમાં થયો હતો. અવાજ સાંભળતા જ સુરક્ષાકર્મીઓએ તરત ટ્રમ્પને ઘેરી લીધા અને મંચ પરથી સુરક્ષિત બહાર લઈ ગયા. વિડિયોમાં દેખાય છે કે ગોળીબારી અચાનક શરૂ થાય છે અને લોકો ડરીને ટેબલ નીચે છુપાઈ જાય છે.
ADVERTISEMENT
ડિનરમાં હાજર લગભગ 2600 લોકોમાંથી ઘણા લોકોએ છુપાઈને પોતાની જાન બચાવી જ્યારે વેટર ડરીને ભાગીને ડાઇનિંગ હોલના આગળના ભાગમાં જઈ પહોંચ્યા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા ફરી નિષ્ફળ, US સાથે વાતચીત વગર પાક.થી પાછા આવ્યાં ઈરાની મંત્રી
ગોળીબારનો અવાજ સાંભળતા જ હોટલમાં અફરાતફરી મચી ગઈ અને પત્રકારો તથા મહેમાનોને જીવ બચાવવા માટે ટેબલ નીચે છુપાવું પડ્યું. સુરક્ષા એજન્સીઓએ તરત કાર્યવાહી કરીને હોટલ ખાલી કરાવી દીધી અને શંકાસ્પદ હુમલાખોરને સ્થળ પરથી પકડી લેવામાં આવ્યો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.