બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:14 PM, 4 November 2024
મધ્ય પ્રદેશના કટનીમાં સમોસાને લઈને બબાલ થઈ ગઈ. હકીકતમાં એમ થયું કે લાઈનમાં લાગેલા લોકોની પહેલા દુકાનદારે એક મહિલાને સમોસાં આપ્યા. જે પછી ગુંડાઓએ હોબાળો કર્યો અને મહિલાને પણ મારી. તેના પછી ભીડ જમા થઈ અને તાંડવ મચી ગયું. એમપીના કટની શહેરમાં યુદ્ધ' થઈ ગયું. બંને પક્ષો વચ્ચે મુક્કા, લાતો અને પથ્થરમારો પણ થયો હતો. આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કટનીમાં થયેલા હોબાળામાં એક પાર્ટી છત પર ચઢીને પથ્થર ફેંકી રહ્યા છે તો અમુક લોકો નીચેથી છત પરના લોકો પર પથ્થરથી હુમલો કરી રહ્યા છે. આ આખો સંગ્રામ માત્ર સમોસાને લઈને થયો છે. જુઓ વિડીયો.
ADVERTISEMENT
— Chintan Chavda (@Chavda63709Vtv) November 4, 2024
મહિલા સાથે મારપીટ
ADVERTISEMENT
વિડીયો મધ્યપ્રદેશ કટનીનો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સમોસના કારણે રસ્તા પર સંગ્રામ મચી ગયો. આ ઘટનામાં લોકો સમોસાની દુકાન પર લાઇનમાં ઊભા હતા. આ દરમિયાન દુકાનદારે લાઈનમાં લાગેલા લોકો પહેલા એક મહિલાને સમોસાં આપ્યા. બસ આટલી જ વાત પર લાઇનમાં લાગેલા અમુક લોકો ગુસ્સે ભરાઈ ગયા. ભૂલથી લાઈનમાં અમુક ગુંડાઓ આવી ગયા હતા, જેઓ દુકાનના અનોખા સ્વાદને કારણે મહિલાને પહેલા સમોસા આપતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને આખા શહેરમાં હોબાળો મચી ગયો હતો.

ADVERTISEMENT
કાચ તોડ્યા- રસ્તો જામ
આરોપ છે કે ગુંડાઓએ સમોસાના વિવાદમાં મહિલા સાથે મારપીટ કરી અને તે મહિલા પ્રેગ્નેન્ટ હતી. મહિલાનો આરોપ છે કે જે ગુંડાઓ આવ્યા હતા તે નજીકમાં ચાલતી ખાણમાં કામ કરતાં હતા. જોકે વિવાદ થતાં ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા. સમોસાની દુકાન પર ભીડ જમા થઈ ગઈ. ગુસ્સે ભરાયેલી ભીડે રસ્તા જામ કરી દીધા.
ADVERTISEMENT
વધુ વાંચો : બેટરી ખલાસ થઈ જતાં મોબાઈલને બસના ચાર્જર પોઈન્ટમાં મૂક્યો, ઘાતક કરન્ટ લાગતાં મર્યો
રોષે ભરાયેલા લોકોએ કેટલીય કારના કાચ તોડ્યા. આ હોબાળાની જાણ થતાં મોકા પર પોલીસ પહોંચી પણ લોકોની ભીડ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી રહી. જોકે પોલીસ ગામને સમજાવવામાં લાગી હતી. જેથી વિસ્તારમાં ભારે તણાવ છે અને સ્થળ પર સુરક્ષા દળો તૈનાત કરવા પડ્યા હતા. સમોસાને લઈને થયેલી લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.