બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:36 PM, 4 November 2024
બસ કે ટ્રેન કે બીજા કોઈ જાહેર વાહનોમાં લગાડેલા ચાર્જર પોઈન્ટમાં મોબાઈલ ચાર્જ કરવા મૂકવો ઘાતક બની શકે છે. કારણ કે આવા સોકેટ રેઢિયાળ પડ્યાં હોય છે અને તેનો કોઈ રણીધણી હોતું નથી અને નબળા પડી જવાને કારણે કરન્ટની વધારે સંભાવના રહેતી હોય છે જે પ્રાણ હરી શકે છે. તાજેતરમાં મલેશિયામાં બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે. મોબાઈલની બેટરી ખાલી થઈ જતાં એક છોકરાએ બસમાં મોબાઈલને લાઈટના સોકેટમાં લગાવ્યો હતો પરંતુ સોકેટ નબળા હોવાથી તેને વીજળીનો પ્રાણઘાતક ઝટકો લાગ્યો હતો અને કરન્ટ લાગતાં તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
છોકરાની આંગળીઓ બળી
ભારે કરન્ટને કારણે છોકરાની આંગળીઓ બળી ગઈ હતી. તેણે જેવો મોબાઈલને ચાર્જર પોઈન્ટમા મૂક્યો કે તરત જોરદાર કરન્ટ લાગતાં આંગળીઓ બળવા લાગી હતી અને તેણે ચીસો પાડી ઉઠ્યો હતો તેને કારણે બાકીના પ્રવાસીઓ દોડી આવ્યાં હતા અને તેને સારવાર કરી હતી પરંતુ તે સમય સુધીમાં મોડુ થઈ ગયું હતું અને તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
બસ ડ્રાઈવરે શું કહ્યું
બાદમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુના સત્તાવાર કારણ તરીકે વીજ કરંટની પુષ્ટિ કરી. બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ, પીડિતને ગંભીર ઇલેક્ટ્રિક આંચકો લાગ્યો હતો, તેના ડાબા હાથની આંગળીઓ પર બળવાના નિશાન દેખાતા હતા. ચાર્જિંગ કેબલ ઓગળી ગયો હતો, અને ફોન વધુ ગરમ થઈ ગયો હતો, જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ગંભીર નિષ્ફળતા તરફ ઈશારો કરે છે.પ્રારંભિક તપાસમાં પીડિતાની ડાબી આંગળીઓ પર બળી ગયેલા નિશાનો જોવા મળતાં હતા જ્યારે તે પોતાનો ફોન ચાર્જ કરી રહ્યો હતો ત્યારે તેને ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઘટનાના કારણની તપાસ કરશે જેથી કરીને તે ફરી ન બને અને મુસાફરોની સુરક્ષાની ખાતરી આપવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.