Wanted Gujarat businessman Sanjay Gupta arrested by CBI Mumbai airport
ધરપકડ /
કેન્યાથી પરત ફરેલા ગુજરાતના વૉન્ટેડ ઉદ્યોગપતિને મુંબઈ એરપોર્ટ પર દબોચી લેવાયો, 10 વર્ષથી હતો ફરાર
Team VTV11:08 PM, 27 Mar 22
| Updated: 11:09 PM, 27 Mar 22
છેલ્લાં 10 વર્ષથી નાસતા ફરતા ગુજરાતના વૉન્ટેડ ઉદ્યોગપતિ સંજય ગુપ્તાની CBIએ મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. કેનરા બેંક સાથે 20.68 કરોડનું ચિટીંગ કર્યું હતું.
ગુજરાતના વૉન્ટેડ ઉદ્યોગપતિ સંજય ગુપ્તાની ધરપકડ
CBIએ મુંબઈ એરપોર્ટ પરથી કરી ધરપકડ
નાઈરોબીથી પરત આવતો આરોપી ઝડપાયો
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ બેંકો સાથે છેતરપિંડી કરીને વિદેશ ફરાર થઇ ચૂક્યા છે. તેમાંના એક ઉદ્યોગપતિ નોવા શિપિંગ કંપનીના ડાયરેક્ટર સંજય ગુપ્તા, જે આરોપી કેનરા બેંક સાથે 20.68 કરોડની છેતરપિંડી કરીને 10 વર્ષથી નાસતો ફરતો હતો. ગુજરાતથી આરોપી કેન્યાના નાઈરોબી નાસી ગયો હતો. આજ રોજ નાઈરોબીથી પરત આવતા CBIએ મુંબઈ એરપોર્ટ પરથી તેની ઘરપકડ કરી લીધી છે.
CBI says it has arrested Gujarat-based shipping company's director, who was absconding "for long time", for his alleged involvement in defrauding Canara Bank of Rs 20.68 crore
CBIના જણાવ્યા અનુસાર, 24 ડિસેમ્બર 2013ના રોજ અમદાવાદના મિર્ઝાપુરની વિશેષ સીબીઆઈ કોર્ટમાં આઠ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં શિપિંગ કંપનીના ડાયરેક્ટર સંજય આર. ગુપ્તા મુખ્ય આરોપી હતો. CBI કોર્ટ મારફત લુક આઉટ કોર્નર(LOC) ઇશ્યુ કરી હતી અને રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યુ કરવામાં આવી હતી. જોકે આ LOC ઇશ્યુ થાય તે પહેલા જ સંજય ગુપ્તા વિદેશ નાસી ગયો હતો. જોકે શનિવારે સંજય ગુપ્તા કેન્યાથી ભારત પરત ફરતા મુબઇ એરપોર્ટ પર જ CBIએ તેને દબોચી લીધો હતો. CBI દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરી દેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે કેનેરા બેંકની જામનગર શાખા સાથે 20.68 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ મામલે નોવા શિપિંગ અને તેના ડાયરેક્ટર્સ, પ્રોપરાઈટર, બેંક અધિકારીઓ સહિત 8 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.