બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 09:01 AM, 21 February 2021
ADVERTISEMENT
આધાર કાર્ડના દૂર ઉપયોગને લઈને છેલ્લા અનેક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં જ યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે આધાર સાથે જોડાયેલો કોઈ ડેટા ચોરી થયો નથી. આજે રોજ નાના મોટા કામમાં આધારની જરૂર રહે છે. એવામાં ખાસ કરીને લોકોના મનમાં સવાલ રહે છે કે તેમના આઘારનો ઉપયોગ કેટલી વાર રૂપિાયની લેવડ દેવડ સાથે જોડાયેલા કેટલાક કામ માટે થઈ શકાય છે.
ADVERTISEMENT
આટલા સમયનો ડેટા મળી રહે છે
ઉલ્લેખનીય છે કે UIDAIની વેબસાઈટ સર્વિસના આધારે કાર્ડધારક જાણી શકે છે કે તેમના કાર્ડ ક્યારે અને ક્યાં યૂઝ થયા છે. સાઈટ પરથી તમને તમારા કાર્ડના 6 મહિનાના યૂઝની ડિટેલ્સ મળી રહે છે. UIDAIની સાઈટની મદદથી તમે આધાર કાર્ડની 6 મહિનાની હિસ્ટ્રી જાણી શકો છો.
આ રીતે કરો પ્રોસેસ
સૌ પહેલાં તમે UIDAIની વેબસાઈટ uidai.gov.in પર જાઓ અને અહીં ‘My Aadhar’ પર ક્લિક કરો. હવે તમને આધાર સર્વસનું ઓપ્શન મળશે. તેમાં ‘Aadhar Authentication History’ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમારા આધાર નંબર અને આપવામાં આવેલો કેપ્ચા કોડ લખો. ફરી એકવાર ઓટીપી તમારા મોબાઈલ નંબર પર મેસેજના રૂપમાં આવશે. ઓટીપી ભર્યા બાદ તમને 2 વિકલ્પ મળશે. તેમાં એક છે ‘Authentication Type’ જેમાં તમે બાયોમેટ્રિક ડિટેલ્સ મેળવી શકો છો અને અન્ય વિકલ્પ છે ‘Data range’. તેના આધારે તમે એક નક્કી તારીખથી અન્ય કોઈ તારીખની વચ્ચેની જાણકારી મેળવી શકો છો.
તમારી સામે આવશે ડિટેલ્સ
જ્યારે તમે આ ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરશો ત્યારે તમારી સ્ક્રીન પર તમારું આધાર કાર્ડ ક્યાં અને કેટલી વાર યૂઝ કરાયું છે તેની ડિટેલ્સ આવી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.