બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / want to buy a TATA car 1.20 lakh rupees reduction in the price of these two cars

કિંમત ઘટી / TATA ની ગાડી લેવાનું ઈચ્છતા હોય તો ગુડ ન્યૂઝ! આ બે કારની કિંમતમાં 1.20 લાખ રૂપિયાનો ઘટાડો

Megha

Last Updated: 02:50 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tataએ તેની બે કારની કિંમતો તાત્કાલિક અસરથી ઘટાડવાની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર બેટરીની કિંમતમાં ઘટાડો થવાને કારણે ગ્રાહકોને આ ફાયદો આપવામાં આવી રહ્યો છે.

  • ટાટાએ તેની બે કારની કિંમતોમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે 
  • કંપનીએ એક કારમાં 1 લાખ રૂપિયાથી વધુનો ઘટાડો કર્યો છે
  • તાજેતરના સમયમાં બેટરીના ભાવમાં ઘટાડો થયો છે.

જ્યારે ઘણી કંપનીઓએ નવા વર્ષમાં તેમની કારની કિંમતોમાં વધારો કર્યો હતો, ત્યારે ટાટાએ તેની બે બેસ્ટ સેલર EV કારના ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે. ટાટા દ્વારા જે કારની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં Nexon EV અને Tiago EVનો સમાવેશ થાય છે. કંપનીએ એક કારમાં 1 લાખ રૂપિયાથી વધુનો ઘટાડો કર્યો છે, જ્યારે બીજી કારમાં એમને 50 હજાર રૂપિયાથી વધુનો ઘટાડો કર્યો છે. કંપનીએ તેનું કારણ પણ આપ્યું છે. 

TATA એ લૉન્ચ કરી ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર, પેટ્રોલની તુલનામાં  બચાવશે હજારો રૂપિયા, જાણો કિંમત | tata motors launches the cheapest ev  tiago starting less then 9 lakh

ટાટાની નેક્સોન એ કાર છે જે તેની સૌથી વધુ વેચાતી કાર છે. તેવી જ રીતે, Tiago EV પણ કંપનીની ખૂબ જ વેચાતી કાર રહી છે. જ્યાં કંપનીએ TATA Nexon EVની કિંમતોમાં 1.20 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. કિંમતોમાં આ ઘટાડા પછી, TATA Nexon EV ના બેઝ મોડલની કિંમત હવે ઘટીને 14.99 લાખ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે તેનું લોંગ રેન્જ વર્ઝન 16.99 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.

તેવી જ રીતે Tiago EVની કિંમતમાં 70 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી કારની કિંમત 7.99 લાખ રૂપિયા થઈ ગઈ છે. તેના EV સેક્શનની બે કારની કિંમતમાં ઘટાડો કર્યા બાદ ટાટાએ કહ્યું કે તે દેશમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ વધારવા માંગે છે, તેથી તેણે આ પગલું ભર્યું છે. 

Tag | VTV Gujarati

આ ઘટાડા અંગે ટીપીઈએમના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવત્સે જણાવ્યું હતું કે બેટરીની કિંમત કારની કિંમતનો મુખ્ય ભાગ છે. તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં બેટરીના ભાવમાં ઘટાડો થયો છે. કંપનીએ આગામી દિવસોમાં તેના ઘટાડાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. કંપનીએ આ લાભ તેના ગ્રાહકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક કારનો વ્યાપ વધ્યો છે અને અમે તેને વધુ વિસ્તારવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે અમારું મિશન EVને દરેક ઘર સુધી પહોંચાડવાનું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ