બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / vvs laxman likely to be new head coach of team india after world cup rahul dravid

સ્પોર્ટ્સ / વર્લ્ડકપ બાદ આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ, રાહુલ દ્વવિડની થઇ શકે છે છુટ્ટી!, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 08:37 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડકપ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ રમવામાં આવશે. વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પણ પૂર્ણ થઈ જશે. આ દિગ્ગજ ખેલાડીને T20 સીરિઝની જવાબદારી આપવામાં આવી શકે છે.

  • ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સીરિઝ રમવામાં આવશે
  • વર્લ્ડ કપ પછી દ્રવિડનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ જશે
  • આ દિગ્ગજ ખેલાડીને ટીમની જવાબદારી સોંપાશે

ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની ક્રિકેટ વર્લ્ડ કપ રમી રહી છે. વર્લ્ડકપ પછી ભારત ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 સીરિઝ રમશે. મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ વીવીએસ લક્ષ્મણ T20 સીરિઝમાં ભારતીય ટીમના હેડ કોચની જવાબદારી નિભાવી શકે છે. 

વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પણ પૂર્ણ થઈ જશે. વર્લ્ડ કપ પછી એક સપ્તાહમાં T20 સીરિઝ શરૂ થશે. આ સીરિઝ પહેલા નવા કોચની નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ નહીં થઈ શકે થે, આ કારણોસર વીવીએસ લક્ષ્મણને T20 સીરિઝની જવાબદારી આપવામાં આવી શકે છે. 

વીવીએસ લક્ષ્મણ નવા હેડ કોટના પદ માટે પ્રબળ દાવેદાર
મીડિયા રિપોર્ટ અનુસાર ‘રાહુલે જ્યારે પણ બ્રેક લીધો છે, ત્યારે વીવીએસ લક્ષ્મણ હંમેશા પ્રભારી રહ્યા છે. વર્લ્ડ કપ પછી રમવામાં આવનાર T20 સીરિઝમાં પણ આ પ્રકારે થઈ શકે છે.’ BCCIના નિયમો અનુસાર હેડ કોચ માટે ફરી એકવાર અરજી મંગાવવાની રહેશે. બોર્ડ રાહુલ દ્રવિડને હેડ કોટ માટે ફરી અરજી કરવાનું કહી શકે છે. 

નવા હેડ કોટ માટે અરજી મંગાવવામાં આવશે તો લક્ષ્મણ પ્રબળ દાવેદાર રહેશે. BCCIએ એક પ્રક્રિયા બનાવી છે. જેમાં NCAના પ્રભારી અને તમામ વ્યવસ્થાની જાણકારી રાખનાર વ્યક્તિને આ પોસ્ટ માટે તૈયાર કરવામાં આવે છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થયા પછી રાહુલ દ્રવિડને હેડ કોચ બનાવવામાં આવ્યા ત્યારે તેઓ NCAની જવાબદારી સંભાળી રહ્યા હતી. લક્ષ્મણ સાથે પણ આપ્રકારની સ્થિતિ સર્જાઈ છે. 

દ્રવિડ IPLમાં વાપસી કરી શકે છે
રાહુલ દ્રવિડે IPLમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી ટીમને કોચિંગ આપ્યું છે, જે T20 લીગમાં વાપસી કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં એવા ખેલાડીઓને શામેલ કરવામાં આવશે, જેમણે વેસ્ટઈન્ડિઝ અને આયર્લેન્ડ સામેની સીરિઝની સાથે સાથે એશિયન ગેમ્સમાં મેચ રમી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ.રાહુલ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને બ્રેક મળી શકે છે, જેથી સાઉથ આફ્રિકા સામે રમી શકે છે. ભારતે સાઉથ આફ્રિકા સામે ત્રણ T20, ત્રણ વન ડે ઈન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ રમવાની છે. 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 સીરિઝ રમવામાં આવશે. 

ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ

  • પહેલી T20- 23 નવેમ્બર, વિશાખાપટ્ટનમ
  • બીજી T20- 26 નવેમ્બર, તિરુવનંતપુરમ
  • ત્રીજી T20- 28 નવેમ્બર, ગુવાહાટી
  • ચોથી T20- 01 ડિસેમ્બર, નાગપુર
  • પાંચમી T20- 03 ડિસેમ્બર, હૈદરાબાદ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ