બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VTV GUJARATI's team reaches ground zero in Somnath Veraval

ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ / બિપોરજોય ત્રાટકશે! ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું VTV GUJARATI, સોમનાથમાં દરિયો ગાંડોતૂર, તંત્રએ જુઓ કેવી તૈયારીઓ કરી

Malay

Last Updated: 11:30 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દરિયા કિનારા પર બિપોરજોય નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેથી VTV GUJARATIની ટીમ દ્વારા ગીર સોમનાથમાં ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી અને ખરા અર્થમાં તંત્રની તૈયારીઓ તેમજ વાસ્તવિક સ્થિતિનો ચિતાર મેળવ્યો.

 

  • ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર
  • સ્થિતિનો તાગ મેળવવા VTVની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો પર
  • ગીર સોમનાથના દરિયામાં જોવા મળ્યો કરંટ
  • દરિયાકિનારે ગોઠવી દેવામાં આવ્યો પોલીસ બંદોબસ્ત

અરબી સમુદ્રમાં બિપોરજોય વાવઝોડું અતિ ગંભીર બની આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં ખતરો વધી રહ્યો છે. ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે એટલે કે રવિવારે બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 480 કિલોમીટર દૂર અને દ્વારકાથી 530 કિમી દૂર છે. ત્યારે હાલ VTV GUJARATIની ટીમ સોમનાથ વેરાવળમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગઈ છે. 

દરિયાકિનારે ગોઠવી દેવાયો બંદોબસ્ત
હાલ સોમનાથ-વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે અહી વરસાદ પણ પડ્યો હતો અને આજે પણ અહીં વરસાદ શરૂ થયો છે. દરીયામાં બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, સહેલાણીઓને અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને દરિયાકિનારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 

રાબેતા મુજબનું જીવન જીવી રહ્યા છે સોમનાથવાસીઓ
સોમનાથવાસીઓને અનેરી શ્રદ્ધા છે કે અહીં અત્યાર સુધીમાં કેટલાય વાવાઝોડા આવીને જતાં રહ્યા પણ મહાદેવે આંચ આવવા દીધી નથી. તો આ વાવાઝોડાંના સંકટને પણ મહાદેવ દૂર કરી દેશે તેવું સોમનાથવાસીઓ જણાવી રહ્યા છે. હાલ સોમનાથ વાસીઓમાં કોઈ ભયનો માહોલ જોવા મળતો નથી. તેઓ રાબેતા મુજબનું જીવન જીવી રહ્યા છે.

NDRFની ટીમ તૈનાત, કંટ્રોલ રૂમ કાર્યરત 
દરિયામાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, જેને લઈને વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. કંટ્રો લરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. પોલીસ સહિત કલેક્ટર કચેરીના સ્ટાફની રજા રદ કરી દેવામાં આવી છે. જેમ જેમ કલાકો જશે અને વાવાઝોડું નજીક આવશે તેમ ભારે પવન ફૂંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.  

વાવાઝોડાની આગાહીને પગલે કેવી તકેદારી રાખવી?
- રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો 
- સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો. રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો 
- સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો. ઢોર-ઢાંખરને સલામત સ્થળે રાખો  
- માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી, અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું 
- આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો. સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો 
- અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો
 
વાવાઝોડા દરમિયાન રાખવાની તકેદારી 
- પાણીના સ્ત્રોતથી દૂર રહેવું, જર્જરીત કે વૃક્ષ કે નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી. 
- ટીવી, રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો. 
- બહાર નીકળવાનું સાહસ કરવું નહીં. રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી. 
- વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા. 
- દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં. 
- વીજળીના થાંભલાથી દૂર રહો.
- માછીમારોએ હોડીઓ સલામત સ્થળે રાખવી. 
- ખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી 
- બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી. 
- અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા. 
- જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. 
- ભારત સરકારનાં હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવી તથા સતત સંપર્કમાં રહેવું. 
- અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ