બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Volvo bus started from Rajkot to Ahmedabad airport

સુવિધા / સૌરાષ્ટ્રના મુસાફરો માટે ખુશખબર: રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની વોલ્વો બસ શરૂ, નોંધી લો ટાઈમિંગ

Dinesh

Last Updated: 07:30 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની વોલ્વો બસ શરૂ કરાઈ છે. જે એસટી વોલ્વો બસ સાંજે 5:00 કલાકે રાજકોટ એસટી બસ સ્ટેશનથી ઉપડશે

  • અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી વોલ્વો બસ દોડશે
  • અમદાવાદ એરપોર્ટથી વહેલી સવારે 6:00 વાગે ઉપડશે
  • એક વખતની મુસાફરીનું ભાડું રૂ. 553 નક્કી કરાયું 


સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ એરપોર્ટ જતા-આવતા મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.  રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની વોલ્વો બસ શરૂ કરાઈ છે.  જે એસટી વોલ્વો બસ સાંજે 5:00 કલાકે રાજકોટ એસટી બસ સ્ટેશનથી ઉપડશે અને અમદાવાદ એરપોર્ટ પર રાતે 10:00 વાગે પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી વહેલી સવારે 6:00 વાગે બસ ઉપડશે અને રાજકોટ બસ સ્ટેશનથી અમદાવાદ એરપોર્ટ જવા માટે 553 રૂપિયા ભાડું રહેશે

new volvo bus services started from ahmedabad to surat

મુસાફરીનું ભાડું રૂ. 553 નક્કી કરાયું
જો કે, આ મહત્વપૂર્ણ એસ ટી વોલ્વો શરૂ કરતા મુસાફારોમાં આનંદની લાગણી છવાઈ છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી રાજકોટથી અનેક મુસાફરો આવતા હોય છે તેમજ અમદાવાદ એરોપોર્ટથી રાજકોટ જનાર અનેક મુસાફરો હોય છે તેમને આ સુવિધાનો લાભ મળશે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સમાનો પણ નહી કરવો પડે સાથો સાથો સાથ સમયનો પણ બચાવ થશે. હાલમાં એક વખતની મુસાફરીનું ભાડું રૂ. 553 નક્કી કરાયું છે.

વાંચવા જેવું: ફરી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવશે! હવામાન વિભાગની કડકડતી આગાહી, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે તાપમાન

ઓનલાઈન બુકિંગ થઈ શકશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એસી વોલ્વો બસના રૂટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વાયા-નરોડા, ગીતા મંદિર, નહેરુનગર, લીમડી, ચોટીલા હાઈ-વેથી રાજકોટ જશે. મુસાફરો નિગમની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. જેની વેબસાઈટ છે www.gsrtc.in પર બુકિંગ થઈ શકશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ