બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Vivek Vaswani talks about relationship rumors with shahrukh khan says they can not think of it
Arohi
Last Updated: 11:57 AM, 23 February 2024
શાહરૂખ ખાને ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરી અને તે ફિલ્મોમાં ક્યારેય ન હતા જવા માંગતા. પોતાની માતાના નિધન બાદ તેમણે ફિલ્મી દુનિયામાં પગ મુકવાનો નિર્ણય કર્યો. આ કામમાં તેમની મદદ એક્ટર-પ્રોડ્યુસર વિવેક વાસવાનીએ કરી. વિવેકે આ બધી વાત રીસેન્ટ એક ઈન્ટરવ્યૂમાં જણાવી. શાહરૂખ વિવેકની સાથે તેમના ઘર પર 2 વર્ષ રહ્યા છે. તે સમયે શાહરૂખ અને વિવેકના સેક્શુઅલ રિલેશનશિપની અફવાહ પણ ઉડી હતી. વિવેકે આ મેટર પર પણ વાત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શાહરૂખ ખાનને હીરો બનાવવાની સ્ટ્રેટર્જી
વિવેક વાસવાની શાહરૂખ ખાનની ફિલ્મ રાજુ બન ગયા જેન્ટરલમેનના પ્રોડ્યુસર હતા. તેમણે સિદ્ધાર્થ કનના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે શાહરૂખની સાથે પહેલા તેમણે ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં દિલ આશના હૈ, દિવાના વગૈરહ સાઈન થઈ. જોકે રાજુ બન ગયા જેન્ટલમેન બાદમાં રિલીઝ થઈ હતી.
આ બધુ એક સ્ટ્રેટર્જી હેઠળ કરવામાં આવ્યું હતું જેથી શાહરૂખને ફિલ્મો મળી શકે. શાહરૂખ તેના પહેલા ટીવી શૉ ફોઝીમાં કામ કરતા હતા. માતાના નિધન બાદ તેમણે કહ્યું કે તે સ્ટાર બનવા માંગે છે કારણ કે માતા આવું ઈચ્છતી હતી. ત્યારે વિવેકે ઘણા ફિલ્મમેકર્સ સાથે તેમની મુલાકાત કરી.
વિવેકની સાથે રહેતા હતા શાહરૂખ
વિવેકે જણાવ્યું કે શાહરૂખ સાથે ઓળખ થયા બાદ બન્ને એક વખત મોંઘા થિએટરમાં ફિલ્મ જોવા ગયા. કોલ્ડડ્રિંક પીધી, પોપકોર્ન ખાધા. આ બધાના પૈસા વિવેકે આપ્યા. તેના બાદ શાહરૂખે તેમની પાસે પાછુ જવાના પૈસા માંગ્યા તો વિવેકની પાસે પૈસા ન હતા બચ્યા. વિવેકે શાહરૂખને કહ્યું કે તે તેમના ઘર પર રોકાઈ જશે પછી માતા પાસેથી પૈસા લઈને તે સવારે પોતાના ઘરે જઈ શકે છે.
શાહરૂખ તે રાત્રે તેમના ઘરે રોકાયા, ત્યાર બાદ ક્યારેય પાછા ન ગયા. વિવેકે જણાવ્યું કે શાહરૂખ તેમની સાથે જ રહેવા લાગ્યા હતા. તે બસ તેમની માતાને મળવા માટે જ દિલ્હી જતા હતા અને અપડાઉન કરતા રહ્યા. તે સમયે તેમની માતા ખૂબ જ બીમાર હતા.
સેક્શુઅલ રિલેશન પર વિવેકે શું કહ્યું?
શાહરૂખ ગૌરી સાથે લગ્ન કરવા પહેલા લગભગ 2 વર્ષ સુધી વિવેકની સાથે રહ્યા. બાદમાં વિવેક અને શાહરૂખના સેક્શુઅલ રિલેશનશિપની અફવાહ પણ ઉડી. સિદ્ધાર્થના શૉ પર વિવેક તેના પર બોલ્યા. ટેન્શન હતું, કરિયર સ્ટ્રેસ હતું, તેણે ગૌરી સાથે લગ્ન કર્યા હતા. આ બધામાં તેમનું રિલેશનશિપ ક્યાંથી આવ્યું?
વધુ વાંચો: વશીકરણનું કાળું જાદુ..શૈતાનનું ખૌફનાક ટ્રેલર રીલીઝ, આર માધવન સામે અજયની ટક્કર
બન્નેની વચ્ચે મિત્રાનો સંબંધ હતો. આ બધુ એવું હતું જેના વિશે બન્ને વિચારી પણ ન શકે. વિવેકે કહ્યું કે જ્યારે કોઈ સફળતાની ચોટી પર હોય છે તો લોકો આ પ્રકારની અફવાહ ઉડાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.