બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood ajay devgn r madhavan film shaitaan trailer vikas bahl horror thriller movie set to release in theatres on 8 march

બોલિવૂડ / વશીકરણનું કાળું જાદુ..શૈતાનનું ખૌફનાક ટ્રેલર રીલીઝ, આર માધવન સામે અજયની ટક્કર

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:57 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bollywood news: વિકાસ બહલ દ્વારા નિર્દેશિત શૈતાન ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે

એક્ટર અજય દેવગણની આગામી સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ શૈતાનને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયા બાદથી જ દર્શકોમાં જોવા માટેની ઉત્સૂહક્તા જોવા મળી રહી છે અને આજે મેકર્સે દર્શકોનો ઉત્સાહ વધારતા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. શૈતાનનું ડરથી ભરેલું ટ્રેલર જોઈને તમારા પણ રોંગટા ઉભા થઈ જશે.

શુ છે ફિલ્મની સ્ટોરી
ફિલ્મના ટ્રેલર પરથી ફિલ્મ અંગેની ઘણી જાણકારી મળી જાય છે. શૈતાન એટલે કે આર માધવન બળજબરીથી અજય દેવગનના ઘરમાં ઘૂસી જાય છે અને પછી તેના પરિવાર પર કહેર વરસાવે છે. આર માધવન વશિકરણની મદદથી અજય દેવગનની પુત્રી જ્હાન્વીને તેના કાબૂ કરી લે છે. અજય દેવગન અને જ્યોતિકાની પુત્રી વિચાર્યા વિના આર માધવનના કહેવા પર જે કહે છે તે કરે છે.

ગુજરાતી હોરર થ્રિલર વશની કોપી ?
શૈતાનની રિમેક એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત ગુજરાતી હોરર થ્રિલર વશની સત્તાવાર હિન્દી રિમેક છે. અમદાવાદના પાયલોટ અથર્વ તેની પત્ની બીના અને તેમના બે બાળકો આર્ય અને અંશ સાથે રહે છે. તેઓ દૂરના ગામમાં રજાઓ માણવા જાય છે. ત્યાં તેઓ એક રહસ્યમય માણસ પ્રતાપને મળે છે. જે તેમના વિશે ઘણું જાણે છે. પ્રતાપ મદદની ઓફર કરે છે પરંતુ તે અથર્વના પરિવારને ફસાવવા માટે કાળા જાદુનો ઉપયોગ કરે છે અને અથર્વ તેના પરિવારને બચાવવા માટે કાળો જાદુ દૂર કરવાનો પ્રયાસ કરે છે.

વાંચવા જેવું: અમીષા પટેલનો ધડાકો, 'મેં લગ્ન કરી લીધાં છે અને મારો પતિ આ છે

શૈતાન ક્યારે રિલીઝ થશે
વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મથી જ્યોતિકા લાંબા સમય બાદ હિન્દી ફિલ્મોમાં કમબેક કરી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgn Bollywood News Shaitaan Trailer entertainment news r madhavan Shaitaan Trailer

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ