ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / i am married and this man bollywood actress ameesha patel makes shocking revelation

બોલીવુડમાં ચર્ચા / અમીષા પટેલનો ધડાકો, 'મેં લગ્ન કરી લીધાં છે અને મારો પતિ આ છે'

Published By: Hiralal

Last Updated: 09:07 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલે એક ચોંકાવનારો ખુલાસો કરીને બોલિવુડમાં હડકંપ મચાવી દીધો છે.

ADVERTISEMENT

બોલિવુડની બિંદાસ્ત એક્ટ્રેસ અમીષા પટેલે એક ચોંકાવનારો ધડાકો કરીને ફિલ્મી જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. અમીષાએ એવું કહ્યું છે કે તે પરિણિતી છે. એટલું જ નહીં પરંતુ તેણે તે વ્યક્તિનું નામ પણ આપ્યું છે અને ક્યારે અને ક્યાં લગ્ન કર્યું તે પણ પણ જણાવ્યું છે. 

પતિ વિશે શું બોલી અમીષા પટેલ 

અમીષા પટેલે તાજેતરમાં ફિલ્મીજ્ઞાનને આપેલી મુલાકાતમાં કહ્યું કે હું પરિણીત છું, વાસ્તવિક જીવનમાં ભલે મેં લગ્ન ન કર્યા હોય પરંતુ હું એક પુરુષને ખૂબ જ પ્રેમ કરું છું અને મેં તેને મારા પતિ તરીકે સ્વીકારી લીધો છે. મને હોલીવુડ અભિનેતા ટોમ ક્રુઝ ખૂબ ગમે છે. હું તેમના પર મરી મીટુ છું. મેં ટોમને મારા હૃદય અને મન બંનેથી મારા પતિ તરીકે સ્વીકાર્યો છે. હવે તેઓ જ મારા માટે સર્વસ્વ છે. અમીષાના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. 

અમીષા અગાઉ પણ કરી ચૂકી છે ટોમ ક્રૂઝના વખાણ 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમીષા પટેલે હોલિવૂડ એક્ટર ટોમ ક્રૂઝ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે ઘણા ઈન્ટરવ્યૂમાં ટોમ ક્રૂઝ સાથે કામ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. અમીષાએ કહ્યું કે તે હોલિવૂડ સ્ટારની મોટી ફેન છે અને જો તેને તક મળી હોત તો તેણે તેની સાથે લગ્ન કરી લીધા હોત. તેના રૂમમાં ટોમ ક્રૂઝના પોસ્ટરો છે. 

'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડમાં ડેબ્યૂ
અમિષા પટેલે 2000માં ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું તેમાં તેનો મુખ્ય હીરો ઋત્વિક રોશન હતો. ત્યાર બાદ તેની ગદર અને ગદર-2માં ખૂબ સફળ રહી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Ameesha Patel ameesha patel news tom cruise ameesha patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ