બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vitthal Patel's defeat in Bahucharaji APMC by-election of Mehsana

મહેસાણા / અંતે વિઠ્ઠલ પટેલની હાર: બહુચરાજી APMC પેટાચૂંટણીમાં કિરીટ પટેલે મારી બાજી, જાણો કેટલા મતથી આપ્યો પરાજય

Malay

Last Updated: 11:39 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાની બહુચરાજી APMCની પેટાચૂંટણીમાં વિઠ્ઠલ પટેલની હાર, ભાજપના મેન્ડેટ ધરાવતા કિરીટ પટેલ સામે વિઠ્ઠલ પટેલ 54 મતથી હાર્યા.

  • APMCમાં વિઠ્ઠલ પટેલના દબદબાનો અંત
  • APMCની ચૂંટણીમાં વિઠ્ઠલ પટેલની હાર 
  • કિરીટ પટેલ સામે વિઠ્ઠલ પટેલ 54 મતથી હાર્યા 

Bahucharaji APMC By-Election: મહેસાણાના બહુચરાજી APMCમાં 88 વર્ષના પીઢ સહકારી અગ્રણી વિઠ્ઠલ પટેલના દબદબાનો અંત આવ્યો છે. બહુચરાજી APMCની પેટા ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ ધરાવતા કિરીટ પટેલ સામે વિઠ્ઠલ પટેલ 54 મતથી હારી ગયા છે. APMCની પેટા ચૂંટણીમાં કિરીટ પટેલને 158 મત મળ્યા છે, જ્યારે વિઠ્ઠલ પટેલને 104 મત મળ્યા છે. મહત્વનું છે કે, 1974થી બહુચરાજી APMCમાં વિઠ્ઠલ પટેલ દબદબો હતો.

એક બેઠક ખાલી પડતા જાહેર કરાઈ હતી પેટાચૂંટણી 
બહુચરાજી APMC આમ તો સાવ નજીવી આવક ધરાવતું ખેત ઉત્પાદન બજાર છે. આ APMCની આખા વર્ષની માંડ 40 લાખ જેટલી માર્કેટ ફીની આવક છે. એટલે કે આ APMC રાજ્યની અન્ય APMCની તુલનામાં ખૂબ નાનું બજાર કહી શકાય. પણ આ નાના ખેત ઉત્પાદન બજારની ચૂંટણી એટલી રસપ્રદ બની જાય છે કે આખા રાજ્યના સહકારી રાજકારણનું ધ્યાન આ ચૂંટણી તરફ ખેંચાઈ જાય છે. અગાઉ ભાજપના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે આ બજારમાં પેનલ ઉતારી અને તેમણે ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું. પણ રજની પટેલની પેનલ ચૂંટણી ન જીતી શકી. હવે આ બજારમાં ખેડૂત વિભાગમાં એક બેઠક ખાલી પડતા પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. 

વિઠ્ઠલભાઈ પટેલ (સહકારી અગ્રણી)

કિરીટ પટેલ સામે વિઠ્ઠલ પટેલે નોંધાવી હતી ઉમેદવારી
ભાજપને હતું કે મેન્ડેડ આપ્યું એટલે ઉમેદવાર બિન હરીફ થઈ જશે. પણ ભાજપની તમામ ગણતરી તેમના જ પીઢ સહકારી અગ્રણી વિઠ્ઠલ પટેલે ખોટી પાડી હતી. ભાજપે આ ચૂંટણીમાં અગાઉ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા અને મોટા ગજાના નેતા ગણાતા કિરીટ પટેલ દેવગઢને મેન્ડેડ આપ્યું હતું. તો કિરીટ પટેલની સામે મહેસાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને પીઢ સહકારી અગ્રણી ગણાતા 88 વર્ષીય વિઠ્ઠલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. વિઠ્ઠલ પટેલે ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવતા નાની ગણાતી આ ચૂંટણી મોટી બની ગઈ છે. તો બીજી તરફ ભાજપે વિઠ્ઠલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

કિરીટ પટેલ (ભાજપ પ્રેરિત ઉમેદવાર) 

264 લોકોએ કર્યું હતું મતદાન 
જે બાદ બહુચરાજી એપીએમસીની આ ચૂંટણીમાં વિજય મેળવવા માટે બંને જૂથોએ તનતોડ મહેનત શરૂ કરી હતી. એક તરફ વિઠ્ઠલ પટેલ તો બીજી તરફ ભાજપના સત્તાવાર ઉમેદવાર. આ ચૂંટણી જીતવા ભાજપે આખા તાલુકાના કાર્યકરોને કામે લગાડી દીધા હતા. જે બાદ ચૂંટણીના દિવસે કુલ 269 મતદારોમાંથી 264 લોકોએ મતદાન કર્યું હતું. આજની મતગણતરીમાં ભાજપના મેન્ડેટ ધરાવતા કિરીટ પટેલ સામે વિઠ્ઠલ પટેલ 54 મતથી હાર્યા છે. બહુચરાજી APMCની પેટા ચૂંટણીમાં વિઠ્ઠલ પટેલની હાર થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ