બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / vision syndrome case gujarat

સાવધાન / કોરોના સંકટ વચ્ચે વધુ એક બીમારી ગુજરાતીઓની ચિંતા વધારી, જાણો શું છે લક્ષણો

Kavan

Last Updated: 04:51 PM, 8 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, તો મ્યુકોર્માઈસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક બીમારીએ દસ્તક દીધી હોવાનું સામે આવ્યું છે.

  • કોરોનાની મહામારી દરમિયાન આંખોની બીમારીમાં વધી
  • સ્ક્રીન ટાઈમ વધતા આંખોની બિમારીમાં વધારો
  • કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના કેસમાં ઉછાળો

મળતી જાણકારી પ્રમાણે, કોરોનાની મહામારી દરમિયાન આંખોની બીમારીમાં વધારો થયો છે. સ્ક્રીન ટાઈમ વધતા આંખોની બિમારીમાં ધરખમ વધારો થયો છે. 

વિઝન સિન્ડ્રોમના કેસમાં મોટો ઉછાળો

કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. આ માટે ઓનલાઇન કલાસ, ઝૂમ મિટિંગ, મોબાઈલનો ઉપયોગ જવાબદાર છે. આંખોની બિમારીના 70 ટકા કેસ સ્ક્રીન ટાઈમ વધવાના કારણે વધ્યા છે. સ્ક્રીન ટાઈમ વધતા આંખની પલક ઝપકવાનું ઓછું થયું છે. 

નિષ્ણાતોએ કર્યું અવલોકન 

આંખોની બિમારીને લઈ નિષ્ણાતોએ આ પ્રકારે અવલોકન કર્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે આંખની પલક ઝપકવું આંખ માટે લાભદાયક છે. આથી એક મિનિટમાં આંખો 20 વાર ઝપકવી જોઈએ. 

દર કલાકે 20 સેકન્ડ આંખ ઝપકાવવી જરૂરી 

સ્ક્રીન ટાઈમના કારણે માત્ર 5-7 વાર આંખો ઝપકે છે. દર કલાકે 20 સેકન્ડ આંખો બંધ રાખવાથી ફાયદો થાય છે. કોમ્યુટર વિઝન સિન્ડ્રોમ બાળકો અને યુવામાં વધારે જોવા મળ્યા છે. આંખની લાલાસ, માથું દુખવું, ડબલ વિઝનની સમસ્યા મુખ્ય લક્ષણ છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ 

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,613 દર્દીઓ સાજા થયાં. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા છે, તો 11 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.

છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત અને સાજા થનારનો આંકડો રાહત આપનારો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,944 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,613 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,90,906 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 363 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 16,162 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

vision syndrome કોરોના સંક્રમણ બીમારી વિઝન સિન્ડ્રોમ vision syndrome
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ