બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vishvamitri reaches danger level people worried about the situation
હાલમાં વિશ્વામિત્રી નદીની સપાટી 27 ફૂટ પર પહોંચી છે. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 10 હજાર કયુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે વિશ્વામિત્રી નદીની સપાટી વધી આજવા ડેમની સપાટી 18 ફૂટ થઈ છે. ઉપરવાસમાં વરસાદ વધવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના દેવ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ડભોઈમાં 6 ગામ સંપર્ક વિહોણા થયા છે. ડભોઈથી વડોદરાનો મુખ્ય માર્ગ બંધ કરાયો છે. રાજલી ક્રોસિંગ માર્ગ પણ બંધ કરાયો હોવાના કારણે લોકોને હાલાકી સર્જાઈ રહી છે.
ADVERTISEMENT
વિશ્વામિત્રીમાં વધી રહેલી સપાટીને પગલે તંત્ર ચિંતામાં મૂકાયા છે અને સાથે જ એન.ડી.આર.એફ. ફાયરબ્રિગેડ અને વીજકંપનીને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીમાં ઝડપથી વધી રહેલી સપાટીને કારણે આજે સવારે જ સિદ્ધાર્થ બંગ્લોઝ, જલારામનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના નિચાણવાળા વિસ્તારોને સાઈરનની મદદથી એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. સાથે જ અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયું છે અને સાથે તેને આવનજાવન માટે બંધ કરી દેવામાં આવ્યું છે. નિચાણવાળા વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વડોદરા કલેકટરે તમામ અધિકારીઓને રાત્રે હાજર રહેવાનો આદેશ કર્યો છે .જો કે રાહતની વાત તો એ છે કે વરસાદે થોડો વિરામ લીધો છે.
ADVERTISEMENT
કાંઠા વિસ્તારમાં જે લોકો રહે છે તેમને સાવચેતી રાખવા માટે કલેક્ટરે અપીલ પણ કરી છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સોસાયટીના રહીશોએ સાવચેતીના ભાગરૂપે ઘરનો સામાન સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને પૂરની સ્થિતિને ધ્યાને રાખીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોના વેપારીઓ પણ એલર્ટ થઇ ગયા છે. વરસાદને પગલે વડોદરા ડેરીમાં આવતા દૂધ અને શાકભાજીના પૂરવઠા પર પણ અસર પડી છે અને સાથે જ ખેડા, આણંદ સહિતના જિલ્લાઓમાંથી શાકભાજીનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ આ સ્થિતિમાં સ્થાનિકો શાકભાજી મોંઘા ભાવે ખરીદવા મજબૂર બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.