બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli will compare 4 new records in fourth test match

ક્રિકેટ / INDvsENG : ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં આ ચાર મોટા માઇલસ્ટોન હાંસલ કરી શકે છે વિરાટ કોહલી

Published By: Nikul

Last Updated: 08:06 PM, 3 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા પાસે કેપ્ટન વિરાટ કોહલી પાસે ઈંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ચાર મોટા માઇલસ્ટોન હાંસલ કરવાની તક છે. તો ચાલો જાણીએ કયા છે એ ચાર માઇલસ્ટોન.

  • વેસ્ટ ઈન્ડિઝનાં પૂર્વ કેપ્ટન ક્લાઇવ લોયડની પણ બરાબરી કરી શકે
  • વિરાટ પહેલા કેપ્ટન તરીકે 12000 રન પૂરા કરશે 
  • વિરાટ કોહલી 35 જીત સાથે પાંચમાં ક્રમાંકે છે

મહેન્દ્રસિંહ ધોનીનાં રેકોર્ડની બરાબરી કરશે 

વિરાટ ભારત તરફથી સૌથી વધારે ટેસ્ટ મેચમાં કેપ્ટન્સી કરીને મહેન્દ્રસિંહ ધોનીનાં રેકોર્ડની બરાબરી કરશે તે ઉપરાંત કેપ્ટન તરીકે 12000 ઈન્ટરનેશનલ રન બનાવવાની પણ તે ખૂબ નજીક છે. તે ઉપરાંત કેપ્ટન તરીકે એક ખાસ રેકોર્ડ મામલે વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝનાં પૂર્વ કેપ્ટન ક્લાઇવ લોયડની પણ બરાબરી કરી શકે છે.

Caption

ઘોનીએ ભારત માટે 60 ટેસ્ટ મેચોમાં કપ્તાની કરી છે

વિરાટ કોહલીએ અત્યારસુધી 59 ટેસ્ટ મેચોમાં ભારતની કમાન સંભાળી છે. જ્યારે મહેન્દ્રસિંહ ઘોનીએ ભારત માટે 60 ટેસ્ટ મેચોમાં કપ્તાની કરી છે. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે સિરીઝની ચોથી ટેસ્ટમાં ટોસ માટે ઉતરશે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીનાં તે રેકોર્ડની બરાબરી કરશે. ભારત તરફથી સૌથી વધારે ટેસ્ટ મેચોમાં કપ્તાનીનાં મામલે વિરાટ કોહલી તેનાં પૂર્વ કેપ્ટનની બરાબરી કરી લેશે.

ત્રણેય ફોર્મેટનાં મળાવીને કેપ્ટન તરીકે કુલ 11983 રન છે

વિરાટ કોહલીનાં ખાતામાં ત્રણેય ફોર્મેટનાં મળાવીને કેપ્ટન તરીકે કુલ 11983 રન છે. ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં 17 રન બનાવતા જ તે કેપ્ટન તરીકે 12000 ઈન્ટરનેશનલ રનનો આંકડો પાર કરી લેશે. વિરાટ પહેલા કેપ્ટન તરીકે 12000 રન ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ અને સાઉથ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથજ બનાવી શક્યા છે.

BCCI/IPL/ANI Photo

ટીમ ઈન્ડિયાને ઘરેલુ મેદાનોમાં 22 ટેસ્ટ મેચોમાં જીત અપાવી છે

વિરાટ કોહલીએ તેની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને ઘરેલુ મેદાનોમાં 22 ટેસ્ટ મેચોમાં જીત અપાવી છે. જો ટીમ ઈન્ડિયા અમદાવાદની ચોથી ટેસ્ટમાં જીત હાંસલ કરશે તો, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથથી આ મામલે આગળ વધી જશે. સ્ટીવ સ્મિથની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાનાં ઘરેલુ મેદાનોમાં 22 ટેસ્ટ મેચો જીતી છે. આવી રીતે વિરાટ આ મામલે ટોપ-3માં સામેલ થઈ જશે.

Graeme Smith twitter

સૌથી સફળ કેપ્ટન દક્ષિણ આફ્રિકાનાં ગ્રીમ સ્મિથ છે

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન દક્ષિણ આફ્રિકાનાં ગ્રીમ સ્મિથ છે, જેણે તેની કેપ્ટન્સીમાં 53 મેચોમાં ટીમને જીત હાંસલ કરાવી છે. આ મામલે રિકી પોન્ટીંગ 48 ટેસ્ટ સાથે બીજા ક્રમાંકે છે અને સ્ટીવ વો 41 જીત સાથે ત્રીજા ક્રમાંકે છે. ક્વાઇવ લોઈડ 36 જીત સાથે ચોથા ક્રમાંકે છે અને વિરાટ કોહલી 35 જીત સાથે પાંચમાં ક્રમાંકે છે જો આખરી મેચમાં જીત મળશો તો વિરાટ ક્લાઇવ લોયડનાં રેકોર્ડની બરાબરી કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket INDvsENG Virat Kohli test match ક્રિકેટ ટેસ્ટ મેચ વિરાટ કોહલી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ