બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli birthday king kohli first odi century got new mobile because of gautam gambhir

બર્થડે સ્પેશ્યલ / જ્યારે વિરાટ કોહલીએ ફટકારી કરિયરની પહેલી સેન્ચુરી: ગૌતમ ગંભીરના કારણે મળ્યો હતો ફોન અને એક લાખ રૂપિયા

Dinesh

Last Updated: 10:07 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Birthday: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો આજે 35મો જન્મદિવસ છે, વન ડેમાં તે સદી ફટકારતાની સાથે જ તે સચિન તેંડુલકરના 49 સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લેશે

  • વિરાટ કોહલીનો આજે 35મો જન્મદિવસ
  • ગંભીરે તેનો એવોર્ડ કોહલીને આપ્યો હતો
  • કોહલીએ કેરિયરની શરૂઆત શ્રીલંકાની ટીમ સામે કરી હતી
     

Virat Kohli Birthday:  ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 35 વર્ષનો થઈ ગયો છે. તે આજે 5 નવેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કિંગ કોહલી વર્તમાનમાં વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે અને જે સદીની નજીક પહોંચી આઉટ થઈ રહ્યો છે.

વિરાટ કોહલીનો જન્મદિવસ ઉજવવા ઈડન ગાર્ડન્સમાં જોરશોર તૈયારી, મેચ જોવા આવેલા  દરેકના ચહેરા પર હશે કિંગ કોહલી, જાણો શું આયોજન | sports cricket celebration  ...

ગંભીરે એવોર્ડ કોહલીના નામે કર્યો 
વન ડેમાં તે સદી ફટકારતાની સાથે જ તે સચિન તેંડુલકરના 49 સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લેશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોહલી અને શતકનો સંબંધ લગભગ 14 વર્ષ પહેલા જ શરૂ થઈ ગયો હતો.ખાસ વાત એ છે કે, કોહલીએ પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી 14 વર્ષ પહેલા ફટકારી હતી પરંતુ મેન ઓફ ધ મેચનો એવોર્ડ ગૌતમ ગંભીરને આપવામાં આવ્યો હતો અને જે ગંભીરે પોતાનો એવોર્ડ વિરાટ કોહલીના નામે કર્યો હતો. ચાલો જાણીએ ખાસ વાત

શ્રીલંકા સામે સદી ફટકારી
કિંગ કોહલીએ 2008માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષે 5 મેચ રમવા છતાં તે સદી ફટકારી શક્યો નહોતો. આ પછી વર્ષ 2009માં નવેમ્બર સુધી સદી ફટકારી શક્યો ન હતો.જ્યારે  ડિસેમ્બરમાં શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે કિંગ કોહલીને આ તક મળી હતી.

ગંભીર અને કોહલીની ભાગીદારી
24 ડિસેમ્બર 2009ના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ચોથી વન ડેમાં તેણે શાનદાર બેટિંગ કરીને સદી ફટકારી હતી. કોહલીએ 114 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની સાથે 107 રન બનાવ્યા હતા. જ્યારે બીજી બાજુ ગૌતમ ગંભીરે પણ શાનદાર બેટિંગ કરી હતી અને 137 બોલમાં 14 ચોગ્ગાની મદદથી અણનમ 150 રન બનાવ્યા હતા. જે મેચમાં ગંભીર અને કોહલી વચ્ચે 224 રનની ભાગીદારી થઈ હતી. શ્રીલંકાના 316 રનના લક્ષ્યાંકમાં ભારતીય બેટ્સમેનોએ માત્ર 48.1 ઓવરમાં 7 વિકેટે મેચ જીતી લીધી હતી. 

     આ શાનદાર બેટિંગ બાદ ગૌતમ ગંભીરને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે તેણે વિરાટ કોહલીને એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. કોહલીને મેન ઓફ ધ મેચ એવોર્ડ તરીકે 1 લાખ રૂપિયા અને એક નવો કાર્બન મોબાઈલ ગિફ્ટમાં આપવામાં આવ્યો હતો. જે બાદ તે ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ