virat kohli 100th test former captain thanks wife anushka sharma
VIDEO /
આ શખ્સને વિરાટ કોહલી માને છે પોતાની સૌથી મોટી તાકાત, કહી દીધી જોરદાર વાત
Team VTV04:13 PM, 04 Mar 22
| Updated: 04:15 PM, 04 Mar 22
વિરાટ કોહલી (Virat Kohli) પોતાના ટેસ્ટ કરિયરની 100મી ટેસ્ટ મેચ રમવા જઇ રહ્યો છે. ત્યારે આ પ્રસંગે કોહલીએ 100 મી ટેસ્ટ મેચને લઇને પોતાની પત્ની અનુષ્કાનો પણ આભાર વ્યક્ત કર્યો છે. જેનો VIDEO પણ શેર કરવામાં આવ્યો છે.
તેણે ક્યારેય ન હતું વિચાર્યું કે તે પોતાની કારકિર્દીમાં 100મી ટેસ્ટ મેચ પણ રમશે
વિરાટ કોહલીએ પત્ની અનુષ્કાના કર્યા ભરપેટ વખાણ
હું ભગવાનનો આભાર માનું છું કે મને અનુષ્કા જેવી પત્ની મળી
પોતાની કારકિર્દી વિશે વાત કરતા અનુષ્કાએ જણાવ્યું કે, 'અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. કિંગ કોહલીએ એમ પણ કહ્યું કે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતાની કારકિર્દીમાં 100 મી ટેસ્ટ મેચ પણ રમશે. તેણે કહ્યું કે, “સાચું કહું તો મે ક્યારેય વિચાર્યું ન હતું કે હું 100 મી ટેસ્ટ મેચ રમીશ. આ એક લાંબી સફર રહી છે, અમે આ 100 ટેસ્ટ મેચ સુધી પહોંચીને ઘણી ક્રિકેટ રમી છે.'
કોહલીએ વધુમાં કહ્યું કે, "અનેક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થઈ રહી છે, હું ભાગ્યશાળી છું કે હું મારી 100મી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છું. આ મેચમાં સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને મંજૂરી આપવામાં આવી છે અને કોહલીએ કહ્યું કે તે ખાસ છે.'
100 મી ટેસ્ટ મેચ રમવાના અવસર પર કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) ને લઇને પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, 'આજે હું જ્યાં પણ પહોંચ્યો છું ત્યાં કાયમ મારી પત્નીનો સાથ રહ્યો છે. અનુષ્કાના આગમન પહેલાં લાઈવમાં સ્થિરતા આવી ગઇ છે. તેણે પોતાના જીવનમાં મોટી અસર છોડવા માટે પત્ની અનુષ્કા શર્માનો પણ આભાર માન્યો છે.
હું ભગવાનનો આભાર માનું છું કે મને અનુષ્કા જેવી પત્ની મળી
તેઓએ કહ્યું કે, “હું ભગવાનનો આભાર માનું છું કે મને તેના જેવી પત્ની મળી. તે મારી શક્તિનો સ્ત્રોત રહી છે. તે મારા જીવનમાં આવ્યા બાદ હું ઘણો આગળ વધતો ગયો અને તે અમે બંનેએ એકબીજાને નિખારવામાં પણ ઘણી મદદ કરી છે.'
તમને જણાવી દઈએ કે, કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ અનુષ્કા શર્મા સાથે થયા હતા. બંનેએ ઈટાલીમાં જઇને ભવ્ય સમારોહમાં એકબીજાને વરમાળા પહેરાવી હતી. હવે તેઓ બંને માતા-પિતા બની ગયા છે. કોહલી અને અનુષ્કાની પુત્રી વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.