બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Viral Video Shows Dog Owner Arguing with Residents inside Lift in Noida Society

પેટ ડોગને લઈને માથાકૂટ / VIDEO : 'તારી બૈરી કરતા તો સારી છું', લિફ્ટમાં પતિ પર ભડકી ડોગીવાળી મેડમ, વાયરલ થયો વીડિયો

Hiralal

Last Updated: 05:14 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડાની એક સોસાયટીની લિફ્ટમાં પતિ-પત્ની અને ડોગીવાળી મહિલા વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં પતિએ મહિલાને ખાલી ડોગીને માસ્ક પહેરવાનું કહેતા તે ગુસ્સે થઈ હતી.

  • નોઈડાની સોસાયટીની લિફ્ટમાં ડોગને લઈને ફરી ઝગડો
  • મહિલા અને તેના પતિએ ડોગવાળી મહિલાને કહ્યું, ડોગને માસ્ક લગાડો તો સારુ
  • બન્નેની આવી વિનંતી ફગાવી દેતા મહિલા તેમની સામે લડી 

તાજેતરમાં ડોગને લઈને ઝગડાની ઘણી ઘટનાઓ બની હતી જેમાં એકનો વધારો થયો છે. ડોગ બાઈટિંગને કારણે ઘણા લોકોના મોત પણ થયા હતા જે પછી વિવિધ સોસાયટીઓમાં કૂતરાઓના પાલનને લઈને ઘણા નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર પેટ ડોગ સાથે જોડાયેલો વધુ એક વિવાદ સામે આવ્યો છે. લિફ્ટમાં બનેલા આ વીડિયોમાં પતિ-પત્ની મહિલા સાથે દલીલ કરતા જોઇ શકાય છે.

નોઈડા 137 લોજિક્સ સોસાયટીની લિફ્ટમાં બની ઘટના 
આ આખો મામલો નોઈડા 137 લોજિક્સ સોસાયટીનો છે, જેમાં અર્જુ સાઈ નામની યુવતી અને તેના પતિ વચ્ચે એક પેટ ડોગની મહિલા માલિક સાથે બોલાચાલી થઈ હતી. અર્જુ સાઈ વ્યવસાયે પત્રકાર છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, "કૂતરા સાથે લિફ્ટમાં ચઢેલી આ મહિલાને માત્ર માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું હતું, જે કૂતરાના ગળાની આસપાસ હતું પરંતુ તે માસ્ક પહેરવા પર જિદ્દી બની ગઈ હતી અને અમારી સાથે ખોટો વ્યવહાર પણ કર્યો હતો. 

તમારા ડોગને માસ્ક પહેરાવજોને, તેટલું કહ્યું તેમાં બોલી તારી પત્ની કરતાં સારી છું 
વીડિયોમાં અર્જુ અને તેનો પતિ મહિલાને અપીલ કરે છે કે તે કૂતરાને તેનું માસ્ક પહેરાવે, જેને મહિલા નકારે છે. તે કહે છે કે હું તે નહીં પહેરું. જો તમે અહીં અડધો કલાક ઉભા રહેવા માંગતા હો, તો તમે રહી શકો છો. આ પછી, અર્જુનો પતિ કહે છે કે આ કેવા પ્રકારની સ્ત્રી છે, જેના પર મહિલા જવાબ આપે છે કે તારી પત્ની કરતા હું સારી છું. 

'તારી બૈરી કરતા તો સારી છું'
મહિલાનો જવાબ 'તારી પત્ની કરતા સારી છું'   સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાક્યનો વારંવાર ઉલ્લેખ કરી રહ્યા છે. સાથે જ આ પોસ્ટ પર અનેક પ્રકારની કોમેન્ટ્સ પણ આવી ચૂકી છે. કેટલાકે મહિલાને સપોર્ટ કર્યો તો કેટલાકે પતિ-પત્નીને સપોર્ટ કર્યો. એક યુઝરે લખ્યું, આ આખા મામલે વાતનું વતેસર કરાઈ રહ્યું છે.  કૂતરો પણ બહુ આક્રમક લાગતો નથી. ઉપરાંત, વસ્તુઓ પૂછવાની એક યોગ્ય રીત છે, તમારો ફોન રેકોર્ડ કરવા અને લોકોને ઓર્ડર આપવા માટે બહાર કાઢો, ચોક્કસપણે તે રીતે નહીં. 

શું જમાનો આવ્યો, ડોગ પણ લિફ્ટમાં જવા લાગ્યાં 
જગદેવ સિંહ નામના અન્ય એક યુઝરે કહ્યું કે, "શું એક દિવસ આવી ગયો છે, હવે કૂતરાઓએ પણ લિફ્ટમાં જવાનું શરૂ કરી દીધું છે. અંશુમાન નામના યુઝરનું કહેવું છે કે, "કૂતરો કેટલો બુદ્ધિશાળી છે. બાકી બધા લડી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ