બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / viral video of kutch pakistan zindabad harsh sanghvi big announcement

એક્શન / કચ્છમાં દેશ વિરોધી નારા લગાવનારાઓની ખેર નહીં, હર્ષ સંઘવીએ તાબડતોબ આપ્યા મોટા આદેશ

Kavan

Last Updated: 01:47 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં પાકિસ્તાન તરફી થયેલ નારા મામલે સરકાર એક્શનમાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અસરથી તપાસના આપ્યા આદેશ. કહ્યું- સમગ્ર મામલે સરકાર ગંભીર.

 • કચ્છમાં લાગેલ પાકિસ્તાનના સમર્થનમાં નારાને લઈને સરકાર એક્શનમાં
 • હર્ષ સંઘવીએ તાબડતોબ તપાસના આપ્યા આદેશ
 • કહ્યું- નારા લગાવનાર તમામને પકડી લેવાશે

હર્ષ સંઘવીએ પત્રકારો સંબોધતા જણાવ્યું કે, સમગ્ર મામલે આજે સવારે આ મામલે કચ્છના રેન્જ IG સાથે ખાસ વાતચીત કરેલી છે અને સમગ્ર મામલે તાત્કાલિક અસરથી કડક પગલા ભરવામાં આવે અને કચ્છની આ જે ઘટના છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. 

સરકાર સમગ્ર મામલે ગંભીર: હર્ષ સંઘવી 

આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનના સમર્થનમાં લાગેલા નારાને લઈને સવારે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને નારા લગાવનાર તમામ લોકોને પકડવામાં આવશે. તો સરકાર પણ કચ્છ બાબતે ગંભીરતા પૂર્વક પગલા ભરી રહી છે અને નારા લગાવવામાં સામેલ તમામ લોકોને પકડી લેવામાં આવશે.

પાકિસ્તાન જિંદાબાદના લાગ્યા નારા 

કચ્છમાં વહેલી સવારથી સોસીયલ મીડિયામાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હોવાનું વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે.વાયરલ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વિડીયો પૂર્વ કચ્છના દુધઇ ગામનો છે, જ્યાં ગ્રામ પંચાયત ચૂંટણી પરીણામ બાદ કેટલાક લોકોએ પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા છે. 

સ્થાનિક વ્યક્તિએ કહ્યું વીડિયો દુધઈને નહીં અંજારનો 

VTVએ આ વિડીયો સંદર્ભે તપાસ કરતા વાયરલ વીડિયોમાં દેખાતા દુધઇ ગામના અગ્રણી ઈશ્વર પટેલ સાથે વાતચીત કરતા વિડીયો અંગે તેમને જણાવ્યું કે, સૌ પ્રથમ તો આ વિડીયો દુધઇ ગામનો નથી. વાયરલ વીડિયોમાં જે સ્થળ દેખાય છે તે અંજાર તાલુકાની મત ગણતરી કેન્દ્ર કે.કે.એમ.એસ હાઈસ્કૂલ બહારનો છે.અંજાર તાલુકાની તમામ ગ્રામ પંચાયતની મત ગણતરી એકજ સ્થળે હતી. 

દુધઇ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થતા અમે સૌ આનંદ સાથે બહાર નીકળ્યા હતા જ્યાં ગેટ બહાર તમામ અન્ય ટેકેદારોએ સરપંચ તેમજ ભારત માતાની જય ના નારા લગાવ્યા હતા. કોઈ પણ વ્યક્તિએ પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા નથી કે અમે સાંભળ્યા પણ નથી. ક્ચ્છ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે કોઈ વ્યક્તિ એ કચ્છની કોમીએકતા તોડવા આ વીડિયોમાં મોર્ફ કરી રજૂ કર્યું હોય તો તેવા લોકોને પોલીસ શોધી કાયદેસરની કાર્યવાહી કરે અને તેમાં અમે સૌ પોલીસને સહકાર આપીશું.

સળગતા સવાલો

 • દેશમાં રહી દેશ વિરોધી નારા કેમ?
 • શા માટે હિન્દુસ્તાન ઝિંદાબાદ નહીં?
 • આવા લોકો સામે થશે કોઇ કાર્યવાહી?
 • પોલીસ વીડિયોમાં દેખાતા લોકોને શોધશે?
 • દેશદ્રોહ જેવા ગંભીર ગુનાની કલમો લગાડી કાર્યવાહી થશે?
 • પાકિસ્તાનની તરફદારી કરતા લોકોને કેમ ભારતમાં રહેવા દેવા?
 • તમામ લોકોને ભારતથી તગેડી મુકવા માટે કેમ કવાયત ન થાય?
 • પાકિસ્તાનમાંથી ભારતી તરફદારી કરતા લોકો હંકારી મુકાય તો ભારતમાથી કેમ નહીં?

સંકળાયેલા મુદ્દાઓ

Kutch pakistan zindabad viral video કચ્છ વાયરલ વીડિયો Kutch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ