બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / viral video of jalebi filled samosa

અરરર... / આ લોકો ક્યારે અટકશે? શખ્સે જલેબી ભરીને બનાવ્યા સમોસા, VIDEO જોઈને આઘાત લાગશે

Arohi

Last Updated: 11:57 AM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમોસા અને જલેબી આ બન્ને લોકોના ફેવરેટ નાસ્તા છે. એવામાં સ્વાદ સાથે રમત થતી જોઈને લોકો ભડકી ઉઠે છે. વાયરલ આ વીડિયોને જોઈને તમને પણ ગુસ્સો આવી શકે છે.

  • તમારા રિસ્ક પર જોજો આ વીડિયો 
  • શખ્સે બનાવ્યા જલેબી સમોસા 
  • વીડિયો જોઈ ભડક્યા લોકો 

દિલ્હીના એક સ્ટ્રીટ વેન્ડરે નવી રેસિપીના નામ પર બટાકાની જગ્યા પર જલેબી ભરીને સમોસા (Jalebi Samosa) તૈયાર કર્યા છે. જેનો વીડિયો જોયા બાદ ઈન્ટરનેટની પબ્લિક ભડકી ઉઠી છે. આ બન્ને નાસ્તા લોકોના ફેવરેટ માનવામાં આવે છે. એવામાં સ્વાદ સાથે રમત થતી જોઈને લોકો નારાજ થયા છે. આ વીડિયોને શેર કરનાર વ્યક્તિએ લખ્યું છે કે- બન્ને જ વસ્તુઓ છોડવાનો સમય આવી ગયો છે. 

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વેન્ડર સમોસા બનાવી રહ્યો છે. પરંતુ તેની ફિલિંગ માટે બટાકા નહીં પરંતુ જલેબીનો ઉપયોગ કરી રહ્યો છે. જલેબીને હાથથી ક્રશ કરીને તેને સમોસામાં ભરીને તે તેને તળી રહ્યો છે. હવે આ અજીબ રેસિપી વાળા વીડિયોને જોઈને લોકો ભડકી ઉઠ્યા છે. પરંતુ બેકગ્રાઉન્ડમાં જે રીતે કમેન્ટ્રી થઈ રહી છે. તે તમને ખૂબ પસંદ આવી શકે છે. 

જુઓ વીડિયો 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RJ Rohan (@radiokarohan)


આ વીડિયોને જોઈને ઘણા લોકોએ રિએક્શન આપ્યું છે. એક યુઝરે સલાહ આપતા લખ્યું છે. આ સમોસાને હાલ રશિયા અને યુક્રેન એક્સપોર્ટ કરો, જેથી પર્સનલ પ્રોબ્લેમની આગળ તે યુદ્ધ ભૂલી જાય. ત્યાં જ બીજા એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે. ભાઈ બે પેકેટ ભોલા ભાંગ પણ મિક્ષ કરી દેવી હતી. હોળીની કસમ ખૂબ જ ડેડલી કોમ્બિનેશન હોત. આ રીતે બીજા અમુક લોકોએ પણ મજેદાર રિએક્શન આપ્યા છે. કુલ મળીને આ વીડિયો જોઈને લોકો ગુસ્સામાં છે કે વેન્ડર્સ ક્રિએટિવિટીના નામ પર કંઈ પણ બનાવે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ