બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / viral video hardik pandya angry on mohit sharma ipl 2023 gt vs pbks

IPL 2023 / VIDEO: પંડ્યાને કોના પર આવ્યો ગુસ્સો? ફિલ્ડિંગમાં થઈ નાનકડી ભૂલ, મેદાનની વચ્ચે બરાબરનો ખખડાવ્યો, વીડિયો વાયરલ

Arohi

Last Updated: 04:02 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 GT Vs PBKS: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પંજાબ કિંગ્સના વિરૂદ્ધ ગુરૂવારે રમાયેલા IPL મેચ વખતે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની ટીમના ખેલાડી પર ભડતા જોવા મળ્યા હતા.

  • હાર્દિક પંડ્યાનો વીડિયો થયો વાયરલ 
  • મેદાનમાં ટીમના ખેલાડીઓ પર ભડ્યા હાર્દિક પંડ્યા 
  • પંડ્યાને કોના પર આવ્યો ગુસ્સો?

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પંજાબ કિંગ્સના વિરૂદ્ધ ગુરૂવારે રમાયેલ IPL મેચ વખતે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની જ ટીમના ખેલાડી પર ભડકતા જોવા મળ્યા. 

હાર્દિક પંડ્યાના અચાનક પોતાની જ ટીમના ખેલાડીની સાથે આ રીતના વ્યવહારે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. ટ્વીટર પર ફેંસ સવાલ કરી રહ્યા છે તે આખરે હાર્દિક પંડ્યાનો આ પોતાની જ ટીમના ખેલાડીઓ સાથે કેવો વહેવાર છે. 

LIVE મેચમાં પોતાના જ ખેલાડીઓ પર ભડકતા જોવા મળ્યા હાર્દિક પંડ્યા 
હકીકતે મોહાલીમાં ગુરૂવારે રમાયેલી આઈપીએલ મેચમાં પંજાબ કિંગ્સની બેટિંગ વખતે ઈનિંગના 20માં ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ફાર્ટ બોલર જોશુઆ લિટલને બોલ પકડાવ્યો. 

આ ઓવરના શરૂ થવા પહેલા જ ગુજરાત ટાઈટન્સની ટીમ પોતાના નિર્ધારિત સમય પર ઓવર પુરી કરવામાં સફળ થઈ ગઈ હતી. આ વચ્ચે છેલ્લી ઓવરનો બીજો બોલ પડતા પહેલા ડીપ કવરમાં ફિલ્ડિંગ કરી રહેલા મોહિત શર્મા પોતાની પોઝીશનથી થોડા અલગ ઉભા હતા. 

હાર્દિકનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ 
ડીપ કવરમાં ફિલ્ડિંગ કરી રહેલા મોહિત શર્માને પોતાની પોઝિશનથી થોડી અલગ ઉભા જોઈ 29 વર્ષના હાર્દિક પંડ્યા તેમના પર ભડકી ઉઠ્યા. કેપ્ટન હાર્દિક પંડ્યા આક્રામક રીતે 34 વર્ષીય ખેલાડી મોહિત શર્માને ઈશારો કરતા કંઈક કહેતા જોવા મળ્યા. 

હાર્દિક પંડ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગઈ વખતની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની શોનદાર બેટિંગ બાદ બેટ્સમેન શુભમન ગિલની 67 રનની હાફ સેન્ચુરીથી ગુરૂવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં પંજાબ કિંગ્સને એક બોલ રહેતા છ વિકેટથી હરાવાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ