બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / viral video fisherman floated sea over floating signal rescued after 2-days

ડરામણો વીડિયો / બોટથી ફેંકાયો માછીમાર, દરિયામાં બે દિવસ આ ચીજને પકડીને જીવતો રહ્યો, ડરાવી દેશે વીડિયો

Hiralal

Last Updated: 09:24 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલના એક માછીમાર માટે દરિયામાં તરતું ફ્લોટિંગ સિગ્નલ ભગવાન બનીને આવ્યું અને તેનો જીવ બચાવી લીધો.

  • બ્રાઝિલનો માછીમાર એટલાન્ટિક મહાસાગરમાં પકડી રહ્યો માછલા
  • તોફાનને કારણે બોટમાંથી ફેંક્યો દરિયામાં
  • બે દિવસ ફ્લોટિંગ સિગ્નલ પર બેસીને જીવ બચાવ્યો 

એટલાન્ટિક મહાસાગરમાં પોતાની હોડી પરથી પડી ગયેલા માછીમાર માટે માત્ર બે બાય બેનું તરતું સિગ્નલ હિન્દી ભગવાન જેવું સાબિત થયું હતું. માછીમારે બે દિવસ સુધી આ સિગ્નલની ટોચ પર બેસીને દરિયામાં તોફાનના મોજાનો સામનો કર્યો હતો. હવે તેને બચાવી લેવામાં આવ્યો છે. તેમને સ્થાનિક માછીમારે બચાવી લીધા હતા. રેસ્ક્યૂ દરમિયાન તેણે સિગ્નલની ઉપર બેઠેલા માછીમારનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

મોટા મોજાને કારણે બોટમાંથી દરિયામાં પડ્યો
43 વર્ષીય ડેવિડ 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે એકલો માછીમારી કરવા ગયા હતા. તેણે પોતાની બોટ એટલાન્ટિક મહાસાગરમાં અતાફુના બીચથી ઉતારી હતી, જે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોની ઉત્તરે આવેલું છે. આ દરમિયાન સમુદ્રમાં તોફાનના મોજા ઉછળ્યા હતા, જેમાં બોટ ધ્રુજી જતાં ડેવિડ નીચે સમુદ્રમાં પડી ગયો હતો. તેમની ફિશિંગ બોટ મોજાથી ધોવાઈ ગઈ હતી અને તેને લાગ્યું કે હવે મોત નક્કી છે પરંતુ આ બધાની વચ્ચે તેને માટે આશાનું કિરણ ચમક્યું હતું. 

દરિયામાં બનેલી ઘટના વર્ણવી ડેવિડે 
દરિયામાં બનેલી ઘટનાની વાત કરતા ડેવિડે કહ્યું કે બોટ પરથી પડ્યા પછીની પહેલી 10 મિનિટ સુધી, મેં વિચાર્યું કે મૃત્યુ આવી રહ્યું છે. હું વારંવાર બોટ તરફ તરી જતો હતો, પરંતુ મજબૂત મોજાઓ મને ઊંધો લઈ જતા હતા. આ કારણે તે શક્ય બન્યું ન હતું. આ દરમિયાન નાવ પણ મોજાથી તણાઈ ગઈ હતી. આ પછી, મેં મારી જાતને મોટા મોજાઓની સામે સરેન્ડર કરી દીધી હતી. આ સમય દરમિયાન પવન પણ ખૂબ જ તેજ હતો, તેથી હું દૂર-દૂર સુધી ગયો. હું લગભગ 4 કલાક સુધી આ રીતે તરતો રહ્યો.

4 કલાક બાદ દેખાયું તરતું સિગ્નલ 
ડેવિડના જણાવ્યા અનુસાર, લગભગ 4 કલાક પછી મેં પાણીમાં તરતું સિગ્નલ જોયું અને મારા જીવમાં જીવ આવ્યો. હું સિગ્નલ પર ચડી ગયો હતો અને લગભગ બે દિવસ સુધી મારે તેની પર જ બેસી રહેવું પડ્યું હતું અને આખરે રેસ્ક્યૂ ટીમે આવીને મને બચાવી લીધો હતો. 

દરિયામાં ડેવિડને કેવી રીતે શોધી પડાયો 
ડેવિડ જ્યારે ગુમ થયો ત્યારે તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. માછીમારી માટે દરિયામાં ફરી રહેલા માછીમારોએ પણ ડેવિડને શોધવાનું શરૂ કર્યું હતું. લગભગ બે દિવસ પછી, એક સ્થાનિક માછીમાર તેમની પાસે પહોંચ્યો. ડેવિડના કહેવા પ્રમાણે મને લાગ્યું કે ભગવાન આવી ગયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ