બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Viral / VIDEO : પ્રેશર સામે પલળી ગઈ SBIની મહિલા કર્મચારી, બેન્કમાં અણધાર્યું, વીડિયો જોરદાર વાયરલ

વાયરલ / VIDEO : પ્રેશર સામે પલળી ગઈ SBIની મહિલા કર્મચારી, બેન્કમાં અણધાર્યું, વીડિયો જોરદાર વાયરલ

Last Updated: 11:05 AM, 21 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસબીઆઈની એક મહિલા કર્મચારીનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે.

કર્ણાટકમાં ભાષા વિવાદ ચાલી રહ્યો છે એટલે કે અહીંના સ્થાનિકો બીજા રાજ્યના લોકો પાસે કન્નડ ભાષામાં જ વ્યવહાર કરવાની માગ કરી રહ્યાં છે અને કન્નડમાં વાત ન કરનાર સાથે અવારનવાર વિવાદના કેસો સામે આવતાં હોય છે આવો વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં એસબીઆઈ બેન્કમાં મહિલા કર્મચારી અને ગ્રાહક વચ્ચે ભાષા બાબતે વિવાદ થયો હતો.

શરુઆતમાં મહિલાએ કહ્યું હિંદીમાં જ બોલીશ

ગ્રાહકે કન્નડમાં બોલવાનો આગ્રહ રાખતાં મહિલા કર્મચારીએ કહ્યું કે તેની ભાષા હિંદી છે એટલે તે હિંદીમાં જ બોલશે. જોકે ત્યાર બાદ મહિલા નરમ પડી હતી અને તેણે માફી માગતો વીડિયો બહાર પાડીને કહ્યું કે તેને કન્નડ બોલવાનો કોઈ વાંધા નથી.

બન્ને વચ્ચે શું વાતો થઈ

વાયરલ વીડિયોમાં કસ્ટમર એવું બોલતો કહેતો સાંભળી શકાય છે કે “આ કર્ણાટક છે, મેડમ.” મહિલા જવાબ આપે છે, “ આ ભારત છે.” તે આગળ કહે છે, “હું પહેલા કન્નડ નહીં બોલીશ,” અને ઉમેરે છે કે તેની માતૃભાષા હિન્દી છે. બીજા એક વીડિયોમાં, મહિલા તેના સાથીદારોની મદદથી કન્નડમાં બોલતી જોવા મળે છે. તે કહે છે, "જો મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું દિલથી માફી માંગુ છું. હું આગળ પણ સહકાર આપવાનો અને કન્નડમાં મારો વ્યવસાય ચલાવવાનો પ્રયાસ કરીશ.

વધુ વાંચો : 'પતિનું કામ 20 વર્ષની છોકરીઓને નેતાઓ પાસે સુવડાવાનું છે' નેતાની પત્નીનો ઘટસ્ફોટ, રાજનીતિમાં ચકચાર

ક્યાંથી શરુ થયો વિવાદ

બેંગલુરુમાં બહારના લોકોને" ભાષા શીખવાની ચેતવણી આપતી એક પોસ્ટથી ભાષા વિવાદ શરૂ થયો. આ પછી, લોકોએ સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટ કરી હતી.કેટલાક લોકોએ કર્ણાટકમાં કન્નડ બોલવાની તરફેણમાં વાત કરી, જ્યારે કેટલાક લોકોએ દલીલ કરી કે ભારતના વિવિધ ખૂણામાં બોલાતી વિવિધ ભાષાઓ શીખી શકાય નહીં. આ વિવાદે સોશિયલ મીડિયા પર ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વિશે શબ્દયુદ્ધ પણ શરૂ કર્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kannada Viral video Viral video
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ