બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / vinegar onion controls cholesterol and blood sugar know its other benefits

હેલ્થ / કોલસ્ટ્રોલ, કેન્સર સહિત બીમારીઓને કંટ્રોલમાં કરશે આ ડુંગળી, જાણો અન્ય ફાયદા

Manisha Jogi

Last Updated: 01:09 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિનેગરવાળી ડુંગળી ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. ડુંગળીમાં અનેક પ્રકારના ગુણો હોય છે, જે શરીરને અનેક પ્રકારનું પોષણ પ્રદાન કરે છે.

  • વિનેગરવાળી ડુંગળી આરોગ્ય માટે ફાયદાકારક
  • ડુંગળી શરીરને અનેક પ્રકારનું પોષણ પ્રદાન કરે છે
  • લાલ ડુંગળી સફેદ ડુંગળી કરતા વધુ આરોગ્યપ્રદ છે

હોટલ અને રેસ્ટોરન્ટમાં ભોજનની સાથે પીરસવામાં આવતી વિનેગરવાળી ડુંગળી ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. ડુંગળીમાં અનેક પ્રકારના ગુણો હોય છે, જે શરીરને અનેક પ્રકારનું પોષણ પ્રદાન કરે છે. 

વિનેગરવાળી ડુંગળીના ફાયદા
લાલ ડુંગળી સફેદ ડુંગળી કરતા વધુ આરોગ્યપ્રદ છે. ડુંગળીમાં વિનેગર નાખવાથી ડુંગળીમાં રહેલ વિટામિન્સ અને મિનરલ્સમાં વૃદ્ધિ થાય છે. ડુંગળીમાં અનેક પ્રકારના પ્રોબાયોટીક્સ આંતરડાને અનુકૂળ એન્ઝાઇમ હોય છે, જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. 

બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે
ડુંગળીમાં એલિલ પ્રોપાઈલ ડાઈસલ્ફાઈડ હો. છે. જેનાથી ઈન્સ્યુલિન બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. સફેદ વિનેગરમાં બ્લડ શુગર કંટ્રોલ કરવાના ગુણ રહેલા છે, જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. 

ખરાબ કોલસ્ટ્રોલ દૂર થાય છે
લાલ ડુંગળી ખરાબ કોલસ્ટ્રોલ દૂર કરવા માટે અસરદાર છે. અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, નિયમિતરૂપે વિનેગરવાળી ડુંગળીનું સેવન કરવાથી ગુડ કોલસ્ટ્રોલમાં 30 ટકા સુધીની વૃદ્ધિ થાય છે. 

કેન્સરનું જોખમ ઓછું થાય છે
અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, ડુંગળી ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછું થાય છે. ડુંગળી ખાવાથી પેટ અને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઓછું રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ