બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vinayak Chaturthi 2024 date remedies for ganesh jayanti vinayak chaturthi remedies

Vinayak Chaturthi 2024 / જીવનના દરેક કાર્યોમાં સફળ થવું છે? તો આજના દિવસે અપનાવીલો આ ઉપાય જરૂરથી રંગ લાવશે

Arohi

Last Updated: 09:05 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vinayak Chaturthi 2024: માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 13 ફેબ્રુઆરી એ છે. આ ચુતુર્થીને વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા અને વ્રત કરવામાં આવે છે.

  • માઘ મહિનામાં આવે છે આ વિનાયક ચતુર્થી 
  • આજે ભગવાન ગણેશજીની આ રીતે કરો પૂજા 
  • આ દિવસે કરવામાં આવેલા ઉપાય આપશે લાભ 

વિનાયક ચતુર્થીનો પર્વ ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે. દર મહિનામાં 3 ચતુર્થી આવે છે. એક કૃષ્ણ પક્ષ અને બીજી શુક્લ પક્ષમાં આ વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી 13 ફેબ્રુઆરીએ છે. આ ચતુર્થીને વિનાયક ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. 

આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા અને વ્રત કરવામાં આવે છે. માન્યતા અનુસાર આમ કરવાથી સાધકને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં વિનાયક ચતુર્થીના દિવસે કરવામાં આવેલા ખાસ ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેને કરવાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે અને સાધકને તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આજના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે. 

વિનાયત ચતુર્થીના ઉપાય 
ભગવાન ગણેશજીને ધરો ખૂબ જ પ્રિય છે. વિનાયક ચતુર્થીના દિવસે પૂજા વખતે ધરોનો મુખ્ય રીતે પ્રયોગ કરવામાં આવે છે. પૂજા વખતે ગણેશજીને ધરો જરૂર અર્પિત કરો. આ સમયે 'श्री गणेशाय नमः दूर्वांकुरान् समर्पयामि' મંત્રનો જાપ કરો. કહેવાય છે કે આ ઉપાયને કરવાથી ગણપતિ બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

શમીના વૃક્ષની પૂજા
માન્યતા અનુસાર શમીના ઝાડની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવાથી ભગવાન ગણેશજી પ્રસન્ન થાય છે. એવામાં વિનાયક ચતુર્થીના અવસર પર શમીના ઝાડની પૂજા જરૂર કરો. કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા દુખ દૂર થાય છે અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. 

આ મંત્રનો કરો જાપ 
જો તમે ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે વિનાયક ચતુર્થીનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. આ દિવસે નીચે આપેલા મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને બધા કાર્યોમાં સફળતા મળશે. 

गजाननं भूत गणादि सेवितं

कपित्थ जम्बू फल चारू भक्षणम्

उमासुतं शोक विनाशकारकम्

नमामि विघ्नेश्वर पाद पंकजम्

આ ઉપરાંત વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ગોળમાં દેસી ઘી મિક્સ કરીને ભોગ લગાવો. માન્યતા છે કે આમ કરવાથી ધનની પ્રાપ્તિ થશે. 

વધુ વાંચો: આજે આ જન્મ તારીખવાળા લોકોનો 'મંગળ દિવસ', ધાર્યા કરતાં વધારે સારું મળશે

જો તમે પોતાની ઈચ્છા પુર કરવા માંગો છો તો વિનાયક ચતુર્થીના અવસર પર ગોળથી નાની નાની 21 ગોળીઓ બનાવો. ત્યાર બાદ તેને ભગવાન ગણેશને દુર્વાની સાથે અર્પિત કરો. આમ કરવાથી મનચાહી ઈચ્છા પૂરી થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ